નમસ્કાર મિત્રો કોરોના મહામારી માં બધી જ પરીક્ષા લેટ થઈ હતી તો હવે ૧૨ સાયન્સ પછીના ડિગ્રી આર્કિટેકચર કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયા સરકારની એડમિશન કમિટી દ્વારા જાહેર કરી દેવાઈ છે.જેમાં ૨૮મી સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરી શકશે.
ડિગ્રી આર્કિટેકચરમાં ગુજરાતમાં વિવિધ યુનિ.ઓ સંલગ્ન અને જીટીયુ સંલગ્ન મળીને ૨૯ જેટલી કોલેજો છે.જેમાં એક કોલેજને હજુ સુધી આર્કિટેકચર કાઉન્સિલની મંજૂરી મળી નથી.૨૮ કોલેજોમાં કાઉન્સિલે મંજૂર કરેલી ૧૫૪૦ બેઠકો છે.જેમાં ઈડબલ્યુએસ સાથે ૧૨૫ ટકા બેઠકો ૧૭૫૩ બેઠકો છે.જેમાંથી મેનેજમેન્ટ ક્વોટાને બાદ કરતા પ્રવેશ સમિતિએ ભરવાની ૧૬૦૦ જેટલી બેઠકો છે. ડિગ્રી આર્કિટેકચરમાં પ્રવેશ માટેની પરીક્ષા એવી નાટાનું પરિણામ જાહેર થઈ જતા સરકારની એડમિશન કમિટી (એસીપીસી)દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ.જાહેર કરાયેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ ૨૮મી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે. પ્રોવિઝનલ મેરિટ ૫મી ઓક્ટોબરે જાહેર કરાશે અને ૫મીથી મોકરાઉન્ડ શરૃ થશે ,જે ૮મી સુધી ચાલશે. ફાઈનલ મેરિટ ૧૨મીએ જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ૧૨મીથી ૧૪મી સુધી ફાઈનલ ચોઈસ ફિલિંગ પ્રક્રિયા થશે. ૧૭મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે.વિદ્યાર્થીએ ૨૧મી સુધી ટોકન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.આર્કિટેકચરમાં ૧૭મી થી એકેડમિક ટર્મ શરૂ થશે.
મિત્રો પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નહીં.