ચોમાસામાં વીકેન્ડ બનાવો મજેદાર, ટ્રાય કરો મકાઈના લોટની 5 વાનગીઓ

રેસિપિ ડેસ્ક, અમદાવાદ: સામાન્ય રીતે મકાઈના લોટમાંથી રોટલા બને છે. ક્યાંક કોઈક ઘરમાં મકાઈના લોટનું ખીચું પણ બનતું હશે. તેનાથી વધારે આગળ આપણે વિચારતા નથી. બસ તો તમારી કલ્પનાની પેલે પાર તમને લઈ જઈને આજે સરસ મજાની સ્વાદિષ્ટ મકાઈના લોટની વાનગીઓનો સ્વાદ કરાવવાના છીએ. તો નોંધી લો મકાઇના લોટની આ ખાસ રેસિપિ અને માણો વરસાદની મજા...


મકાઈના વડા 

સામગ્રી
-ચાર નંગ નરમ દાણાવાળી મકાઈ 
-એક વાટકી ચણાનો લોટ 
-એક નંગ કેપ્સિકમ 
-એક નંગ ડુંગળી 
-અડધી વાટકી ઝીણી સમારેલી કોબીજ 
-બે ચમચી આદુ-મરચાની પેસ્ટ 
-એક ચમચી ચિલી સોસ 
-એક ચમચી સોયા સોસ 
-તેલ તળવા માટે 
-મીઠું સ્વાદાનુસાર 
 
રીત
 
સૌપ્રથમ ચણાના લોટમાં મકાઈને છીણીને નાખો. ત્યાર બાદ તેમાં બારીક સમારેલા બધા શાક, બંને સોસ, આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને સારી રીતે મિક્ષ કરી લો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું, પણ જાડું ખીરું રાખવુ. એક કડાઈમાં તેલ તપાવી ધીમા તાપ પર આ મિશ્રણમાંથી વડા બનાવી સોનેરી રંગના તળી લો. ગરમા-ગરમ વડા સોસ કે ચટણી સાથે સર્વ કરો.