નમસ્કાર મિત્રો વિદેશમાં ફરવું એક લ્હાવો છે પણ બધાય લોકો નથી જાય શકતા પણ મિત્રો આજે તમને વાત કરું કે ઘણા એવા દેશ છે જ્યાં વિઝા વગર પણ ફરવા જાય શકીએ છીએ તો આવો જાણીએ
સામાન્ય રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરવા માટે વિઝાની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના 16 એવા દેશ છે જ્યાં વિઝા વગર તમે ફરી શકો છો. રાજ્યસભાને એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને માહિતી આપી કે 43 દેશ વિઝા-ઓન-એરાઇવલ સુવિધા પ્રદાન કરે છે અને 36 દેશ ભારતીય સામાન્ય પાસપોર્ટ ધારકોને ઇ-વિઝા સુવિધા પ્રધાન કરે છે.
આ દેશોમાં નેપાળ, માલદીવ, ભૂટાન, બારબાડોસ, ડોમિનિકા, ગ્રેનાડા, હૈતી, હોંગકોંગ SAR, મોંટસેરાટ, નીયૂ દ્વીપ, સમોઆ, સેનેગલ, ત્રિનિદાદ અને ટોબેગો, સેંટ વિંસેટ અને ગ્રેનેડાઇંસ, સર્બિયા અને મોરિશસ જેવા દેશ શામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ઇરાન, ઇન્ડોનેશિયા અને મ્યાંમાર એવા દેશોમાં શામેલ છે. જે વિઝા-ઓન-એરાઇવલ સુવિધા આપે છે.
આ સિવાય શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને મલેશિયા એવા 26 દેશોના ગ્રુપમાં શામેલ છે જેમની પાસે ઇ-વિઝા સુવિધા છે. સરકાર, ઇન્ટરનેશનલ મુસાફરીને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી ભારતીયોને વિઝા ફ્રી મુસાફરી, વિઝા ઓન એરાઇવલ અને ઇ-વિઝા સુવિધા ઉપલબ્ધ કરનારા દેશોની સંખ્યા વધારવાનો સતત પ્રયત્ન કરી રહી છે.
મિત્રો પોસ્ટ સારી લાગે તો શેર કરવાનું ભુલશો નહીં.