બારડોલી નાગરિક સહકારી બેંકે આત્મનિર્ભર યોજનાના 1 લાખના ચેકનું વિતરણ શરૂ કર્યું


જીહાં દોસ્તો બારડોલી નાગરિક સહકારી બેન્ક દ્વારા આત્મનિર્ભર યોજના લોન સહાય અંતર્ગત 20 લાભાર્થીઓને રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. બારડોલી તેમજ આજુબાજુના વિસ્તારમાં નાના જરૂરિયાત મંદોથી વ્યાપાર, ધંધો અને ઉદ્યોગોને આર્થિક પીઠબળ પૂરું પાડી લોકોમાં એક આગવી છાપ ધરાવતી ધી બારડોલી નાગરિક સહકારી બેંક દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યારે કોરોનાની મહામારીના લોકડાઉન દરમિયાન રોજી રોટી બંધ થતાં સામાન્ય લોકોના માથે આફત આભ તૂટી પડ્યો હતો તેવા સંજોગે સરકારની 1 લાખની આત્મનિર્ભર સહાય યોજના સામાન્ય નાના માણસોને લાભ મળતા તેઓએ પણ સરકારનો આભાર માન્યો હતો.

વધારે સમાચાર માટે ક્લિક કરો 

Post a comment

0 Comments