યાત્રાધામ અંબાજી નજીક સવારે કાર અને ચુનો ભરેલી ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ ચારનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 4 અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત એટલો ભયાનક હતો કે તેને જોઈને લોકો હચમચી ઉઠ્યા હતાં. અકસ્માતને કારણે અંબાજી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ઘટનાસ્થળે જ ચારનાં મોત
બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા ચિખલા ગામ પાસે સવારે ટાવેરા કાર અને ચુનો ભરેલી ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે અંબાજીની કોટેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં મોતને ભેટેલા તેમજ ઈજાગ્રસ્તો આણંદના અંબાવ ગામના હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રકે પલ્ટી મારતા સર્જાયો અકસ્માત
ચુનો ભરેલા ટ્રક ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતા સામેથી આવી રહેલી કાર પર પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ આખી કાર ચુનાની ભૂક્કી નીચે દબાઈ ગઈ હતી. આ અંગે સ્થાનિક લોકો પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
જેસીબીની મદદથી દબાયેલી કારને બહાર કાઢવામાં આવી
ટ્રક પલ્ટી ખાતા અંદર ભરેલો ચુનો નીચે કાર દબાઈ ગઈ હતી. જેને કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.
Tags
Gujarati News