Next
નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે ગુરૂવારે લકી ગ્રાહક યોજના અને ડિજી ધન વ્યાપારી યોજના લોન્ચ કરી છે. 25 ડિસેમ્બરેથી અગામી 100 દિવસ સુધી લકી ગ્રાહક યોજના અંતર્ગત 15,000 કસ્ટમરને રોજ 1,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. તે પછી એપ્રિલમાં એક કરોડ રૂપિયાનો મેગા એવોર્ડ પણ જાહેર કરવામાં આવશે. આ અંતર્ગત સરકાર ડિજિટલ પેમેન્ટ કરનારાઓ અને કારોબારીઓને રોજ અને દરેક સપ્તાહમાં એવોર્ડ આપશે. આ અંગની જાહેરાત ગુરૂવારે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કરી છે. વિનર નામની જાહેરાત ડ્રો મારફત થશે...
- અમિતાભ કાંતે જણાવ્યું કે, `તે માટે તમારે રૂ.50થી લઇને રૂ.3000 સુધીનું ડિજિટલ પેમેન્ટ કરવું પડશે.'
- `વિનરના નામનું એલાન ડિજિટલ ટ્રાન્ઝેક્શન આઇડી મારફત કરાશે. તે માટે રેન્ડમ ડ્રો કરવામાં આવશે. '
# 2 ઈન્સેન્ટિવ સ્કીમ્સ કઈ છે?
- કસ્ટમર્સ માટે લકી ગ્રાહક યોજના અને કારોબારી માટે ડિજી ધન વ્યાપારી યોજના.
# લકી ગ્રાહક યોજનાનો ફાયદો શું છે?
- આ અંતર્ગત રોજના ઘણા એવોર્ડ છે. 25 ડિસેમ્બરથી અગામી 100 દિવસ સુધી લકી ગ્રાહક યોજના અંતર્ગત 15,000 કસ્ટમરને રોજના 1,000 રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે.
- આ યોજના 25 ડિસેમ્બરથી શરૂ થઈને અગામી 25 એપ્રિલ સુધી ચાલશે.
- આ અંતર્ગત 7,000 લોકોને વિકલી એવોર્ડ આપવામાં આવશે. મેક્સિમમ પ્રાઈઝ 1 લાખ રૂપિયા સુધી હશે.
# ડિજી ધન વ્યાપારી યોજનામાં શું મળશે?
- આ સ્કીમ્સ અંતર્ગત 7,000 કારોબારીઓ દર સપ્તાહે 50000નું પ્રાઈઝ જીતી શકશે.
- તે 25 ડિસેમ્બરથી શરૂ થઈને 14 એપ્રિલ સુધી ચાલશે. બાદમાં 14 એપ્રિલે મેગા એવોર્ડની જાહેરાત કરવામાં આવશે.
# મેગા એવોર્ડ કોના માટે હશે ?
- મેગા એવોર્ડ કસ્ટમર અને કારોબારીઓ બંને માટે હશે. તેની જાહેરાત 14 એપ્રિલ 2017 એ કરવામાં આવશે.
- આ અંતર્ગત વિજેતાને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.
# મેગા એવોર્ડમાં કેટલું ઇનામ મળશે?
- મેગા એવોર્ડ ગ્રાહક અને વ્યાપારીઓ બંને માટે હશે. તેની જાહેરાત 14 એપ્રિલ 2017ના રોજ કરવામાં આવશે.
- ગ્રાહક માટે પ્રથમ ઇનામ રૂ.1 કરોડનું છે. બીજુ ઇનામ રૂ.50 લાખ અને ત્રીજુ રૂ.25 લાખનું હશે.
- જ્યારે વ્યાપારીઓ માટે રૂ.50 લાખ, રૂ.25 લાખ અને રૂ.5 લાખ છે.
# સૌથી જરૂરી: કોણ તેમાં સામેલ થઈ શકે છે ?
- બંને સ્કીમમાં તે લોકો સામેલ થઈ છે જેમણે 50 રૂપિયાથી 3,000 રૂપિયાનું ડિજિટલ પેમેન્ટ કર્યું છે.
# આ સ્કીમ્સની કોણ દેખરેખ રાખશે ?
- નેશનલ પેમેન્ટ કો-ઓપરેશન ઓફ ઈન્ડિયા આ સ્કીમ્સને ઈમ્પલીમેન્ટ કરશે.
- સરકાર આ સ્કીમ્સ પર 340 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
# ડિજિટલ પેમેન્ટમાં કઇ રીતો સામેલ થશે?
આ સ્કીમમાં USSD, AEPS, UPI, RuPay Cards રીતોથી કરેલા પેમેન્ટનો સમાવેશ થશે.

Tags
Gujarati News