"વોટ્સએપ"ની ચેટ ક્યારે નથી થતી ડિલીટસોશિયલ મેસેજિંગ એપ "વોટ્સએપ" આપને સંપૂર્ણ સુરક્ષાનો ભરોસો આપે છે. બની શકે સોશિયલ મેસેજિંગની દુનિયામાં વોટ્સએપ આપણી પ્રથમ પસંદગી હોય, પરંતુ તમારે સાવધાન રહેવાની જરૂર છે.


જો તમે વિચારો છો કે વોટ્સએપ ચેટને ડિલીટ કર્યા બાદ તેનો ડેટા સમાપ્ત થઇ જતો હોય છે તો આપ ખોટા છો. એટલે સુધી કે આપ ચેટને આર્કાઇવ કરો છો અથવા તમામ ચેટ ડિલીટ કરો છો, ત્યારે પણ તે ચેટ ડિલીટ નથી થતી. તેને ફરી મેળવી શકાય છે.

એપલના સિક્યુરિટી એક્ષ્પર્ટનો દાવો છે કે વોટ્સએપ પરથી જો આપ ચેટ ડિલીટ કરો છો, તો પણ તેનો ડેટા ડિલીટ નથી થતો, પરંતુ તે સ્ટોર થઇ જાય છે. જેનેથનના દાવા બાદ વોટ્સએપની પ્રાઇવસી પર સવાલ ઉભો થવા લાગ્યા છે.  
સિક્યોરિટી એક્ષ્પર્ટ પ્રમાણે 'એપનું લેટેસ્ટ વર્જન આપની ચેટને ફોરેન્સિક ટ્રેસ કરે છે, ભલે આપે તમામ ચેટ કેમ ડિલીટ ન કરી હોય. વોટ્સએપથી ચેટને ડિલીટ કરવા માટે માત્ર એક જ રસ્તો છો કે આપ વોટ્સએપને પોતાના ફોનમાં થી સંપૂર્ણપણે કાઢી જ નાખો.

એપલના સિક્યુરિટી એક્ષ્પર્ટએ જણાવ્યું કે "મેં એપ ઈન્સ્ટોલ કરી જ્યાર પછી મેં અમુક ચેટ શરુ કરી દીધી. ત્યાર બાદ મેં અમુક ચેટને ક્લીયર કરી અને અમુકને ડિલીટ કરી. બધીજ ચેટ ક્લીયર કાર્ય બાદ એક અન્ય બેકઅપ તૈયાર કર્યો. જાણવા મળ્યું કે કોઈ પણ પ્રકારની ચેટ ડિલીટ નહતી થઇ. એ તમામ ડેટા મને બેકઅપમાં ફરી મળી ગયો. એક વખત ડિલીટ કરેલો ડેટા ફરી કેવી રીતે આવી શકે છે તેના પર એક મોટો સવાલ છે.

Post a comment

0 Comments