ટૂંક સમયમાં આપ વિડિયોમાં રહેલી વસ્તુઓને અડી શકશો. એમઆઈટી ના વૈજ્ઞાનિકો તેના માટે કે નવી ઈમેજીગ ટેક્નિકનો વિકાસ કરી રહ્યા છે.
પારંપરિક કેમેરા અને અલ્ગોરિધમનો ઉપોયો કરી ઇન્ટર ઈન્ટરેક્ટીવ ડાયનેમિક વિડીયો (IDV) કોઈ વસ્તુની નાની-નાની, અદ્રશ્ય કંપનને રેકોર્ડ કરે છે, જેથી કરી વિડીયો સિમ્યુલેશન તૈયાર કરી શકાય, તેના થકી વપરાશકર્તા તે વસ્તુ જેવી કે બિલાડી, ઝાડ તથા અન્યનો કાલ્પનિક રૂપે એહસાસ કરી શકશે.
મેસાચુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી (CSAIL)ના પીએચડી વિધાર્થીએ જણાવ્યું કે, 'આ ટેક્નિક વડે અમને વસ્તુઓના ફીઝીકલ બિહેવિયરને કેપ્ચર કરવામાં મદદ મળે છે, જેથી અમને વર્ચ્યુઅલ સ્પેસમાં તેની સાથે પ્રયોગ કરવાનો એક રીતે મળશે.' તેમણે જણવ્યું કે, 'વિડિયોને ઈન્ટરેક્ટીવ બનાવીને આપને અનુમાન લગાવી શકીએ છે કે અજ્ઞાત તાકતો કેવો જવાબ આપશે અને સાથે જ આપને વિડીયો સાથે જોડાવાના નવી ટેક્નિક શોધી શકાશે.
Tags
Technology News