ગ્રહની સપાટીનું હવામાન માનવ જીવન માટે સાનુકૂળ
વૈજ્ઞાનિકોને સૌરમંડળથી બહાર પૃથ્વી જેવો બીજો ગ્રહ મળી આવ્યો છે. આ ગ્રહ પૃથ્વીથી ચાર પ્રકાશ વર્ષ દુર છે. વૈજ્ઞાનિકો અનુસાર ગ્રહ પર પાણી અને પ્રાણાવયું હોવાથી પૃથ્વીની માફક જીવસૃષ્ટીનો વિકાસ શક્ય છે.
ખગોળશાસ્ત્રીઓના એક આંતરરાષ્ટ્રીય ટીમને આ ગ્રહના સ્પષ્ટ પુરાવા મળ્યા છે જે લગભગ ચાર પ્રકાશવર્ષના અંતરે સ્થિત છે અને પ્રૉક્સિમા સેંટુરી તારાની પરિક્રમા કરે છે. આ તારો આપણા સૌરમંડળની પ્રણાલીમાં સૌથી નજીકનો તારો છે.
આ નવા વિશ્વને 'પ્રૉક્સિમા બી' નામ આપવામાં આવ્યુ છે અને આ 11 દિવસમાં પોતાની પરિક્રમા પૂર્ણ કરે છે. આ સાથે જ તેનું તાપમાન તેની સપાટી પર તરલ અવસ્થામાં પાણીની ઉપસ્થિતિની દ્રષ્ટિએ યોગ્ય છે. સંશોધકોએ કહ્યુ છે કે તે પહાડી વિશ્વ પૃથ્વીથી થોડોક મોટો છે અને આપણી સૌથી નજીકનો બિન-સૌર ગ્રહ છે. આ સંશોધનો ઉલ્લેખ 'નેચર' નામના જર્નલમાં કરવામાં આવ્યો છે.

Tags
Gujarati News