શું તમને કોઇએ વૉટ્સએપ પર બ્લૉક કરી દીધા છે? જો આવું બન્યુ હોય તો તમે જાતેજ કોઇના પણ વૉટ્સએપ એકાઉન્ટમાંથી અનબ્લૉક થઇ શકો છો. આ માટે તમારે એક આસાન પ્રોસેસને ફોલો કરવી પડશે.
* સૌથી પહેલા ચેક કરો કે ખરેખર તેને તમને બ્લૉક કરી દીધા છે.
* આવી રીતે કરો ચેક
- સૌથી પહેલા તમારા ફ્રેન્ડની પ્રોફાઇલ પિક્ચર, લાસ્ટ સીન અને વૉટ્સએપ સ્ટેટસ ચેક કરો તે દેખાય છે કે નહીં.
- જો ના દેખાતા હોય તો સમજી લો કે તમને બ્લૉક કરી દીધા છે.
- બીજો રસ્તો, તમે કોઇ ફ્રેન્ડને મેસેજ મોકલ્યો હોય અને તે એક જ ટિક બતાવે તો મેસેજ સેન્ડ થઇ ગયો પણ ડિલીવર નથી થયો, એટલે તમને બ્લૉક કરી દીધા છે. જોકે, ઘણીવાર આવું સર્વર એરરના કારણે પણ થતું હોય છે.
જો ઉપર આપેલું બન્ને વસ્તુ બરાબર હોય તો તમને ખરેખરમાં બ્લૉક કરી દીધા છે.
જરૂરી પ્રશ્નો - (આ એ પ્રશ્નો છે જે અમે યૂઝર્સને અમે ફેસબુક પેજ પર પુછ્યા હતા.)
1. આ ટ્રિક શું દરેક વખતે કામ કરશે?
જવાબઃ પોતાને અનબ્લૉક કરવાની પ્રોસેસમાં તમને વૉટ્સએપનો બેકઅપ નહીં મળે, જો તમે બેકઅપ રિસ્ટોર કર્યો તો અનબ્લૉક નહીં થઇ શકો.
2. આ ટ્રિક આઇફોન માટે પણ છે?
જવાબઃ ના, આ માત્ર એન્ડ્રોઇડ ફોન માટે જ છે. આ ઉપરાંત વૉટ્સએપના નવા વર્ઝન આ ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી તમે એપ સેટિંગ્સમાં જઇને તેનો પુરેપુરો ડેટા ક્લિયર ના કરો.
3. ડેટા ક્લિયર કરવો કેમ છે જરૂરી?
જવાબઃ વૉટ્સએપનો ડેટા અલગ અલગ ફોલ્ડરમાં સેવ રહે છે, એક ફોન મેમરીમાં અને એક મેમરી કાર્ડમાં. બન્ને જગ્યામાંથી એકપણ રહી ગયો તો પ્રોબ્લમ થઇ શકે છે.
4. શું મારા ફોટોઝ પણ ડિલીટ થઇ જશે?
જવાબઃ ના, વૉટ્સએપના ફોટોઝ નથી ડિલીટ થતા માત્ર મેસેજ-ચેટ હિસ્ટ્રીજ જશે. ફોટોઝ ગેલેરીમાં સેવ હોય છે તેના પર વૉટ્સએપ એકાઉન્ટ ડિલીટ કરવાથી કોઇ અસર નથી થતી.
કોઇના વૉટ્સએપ એકાઉન્ટમાંથી પોતાને આવી રીતે કરો અનબ્લૉક...
Tags
Gujarati News