નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી સર્ચ એન્જિન કંપનીઓમાંથી એક યાહુ વેચાઈ રહી છે. વેરિઝોન કોમ્યુનિકેશન્સે અંદાજે 33 હજાર 500 કરોડ રૂપિયામાં યાહુનો કોર બિઝનેસ ખરીદશે. યાહુને વિતેલા કેટલાક સમયથી ગૂગલ અને ફેસબુક તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. એટલું જ નહીં, આ બન્ને કંપનીઓને કારણે યાહુના નફામાં જોરદાર ઘટાડો આવ્યો છે. યાહુનો ક્યો બિઝનેસ વેચાશે......
- સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વેરિઝો યાહુનો કોર ઇન્ટરનેટ બિઝનેસ ખરીદશે. જોકે આ ડીલમાં યાહુના પેટન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
- આ ડીલમાં રિયલ એસ્ટેટ એસેટ્સને સામેલ કરવામાં આવી છે.
- સૂત્રો અનુસાર નોન-કોર (ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી) એસેટ્સને અલગથી વેચવામાં આવશે.
- હાલમાં, યાહુ અને વેરિઝોન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો