નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના પોપ્યુલર સ્કૂટર એક્ટિવાએ હીરોની સૌથી વધુ વેચાતી મોટરસાયકલ સ્પ્લેન્ડરને વેચાણના મોરચે પાછળ રાખી દીધી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એક્ટિવાનું વેચાણ સ્પ્લેન્ડરથી 20,000 યુનિટ વધારે થયું છે. આમ, ટુ-વ્હીલર સેગમેન્ટમાં સ્પ્લેન્ડરની બાદશાહી પર ખતરો ઊભો થયો છે. એક્ટિવાના વેચાણમાં આવેલી તેજીનો અંદાજ એ બાબતથી આવે છે કે 2016માં અત્યાર સુધીમાં હોન્ડાએ દૈનિક 7,000થી વધારે એક્ટિવા વેચ્યા છે....
હોન્ડાની એક્ટિવા નંબર વન હોન્ડા એક્ટિવા જૂન 2016ના ટોપ સેલિંગ ટુ-વ્હીલર્સમાં નંબર વન રહ્યું છે. મજાની વાત એ છે કે એક્ટિવાનું વેચાણ જૂન 2015માં પણ ટોપ પર હતું. કંપનીએ આ દરમિયાન 2,26,686 એક્ટિવા વેચી છે. આ હિસાબે કંપનીએ જૂન માસ દરમિયાન દૈનિક 7,000થી વધારે એક્ટિવા વેચ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, કોઇ સ્કૂટરે 17 વર્ષ પછી મોટરસાયકલનું વર્ચસ્વ તોડ્યું છે.
કિંમતઃ રૂ.56,000થી રૂ.67,000
એન્જિનઃ 124.9
સીસી પાવરઃ 8.60 બીએચપી
ટોર્કઃ 10.12 એનએમ.