મુંબઇઃ 'કોમેડી કિંગ' કપિલ શર્મા ટૂંક સમયમાં જ પોતાના શોમાં ડબલ રોલમાં જોવા મળશે. હકીકતમાં કપિલના જુના શો 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'માં બિટ્ટૂનો ભાઇ બનેલો સિટ્ટૂ જ હવે નવા અવતારમાં જોવા મળશે. હાલ ટીવી પર આવતા 'ધ કપિલ શર્મા શો'માં કપિલ 'કપ્પૂ'નો રોલ કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ દર્શકોને 'કપ્પૂ'નો ભાઇ 'ગપ્પૂ' પણ જોવા મળશે.
હિપ્પી ગેટઅપમાં જોવા મળશે 'ગપ્પૂ'
-કપિલે સોમવારે રાતે ગપ્પૂનો નવો ફોટો ટ્વિટ કરતા લખ્યું કે, "Hi .. This is gappu.. i hacked the account of kappu"
-નોંધનીય છે કે કપિલના જૂના શોમાં સિટ્ટૂનો રોલ પણ ઘણો જ ફેમસ થયો હતો. હવે જોવું એ રહ્યું કે ગપ્પૂના રોલમાં કપિલ કેવી ધમાલ મચાવે છે.
કપિલની બુઆ પણ પરત ફરી
-કોમેડી નાઇટ્સની ‘પિંકી બુઆ’ એટલે કે ઉપાસના સિંહ ફરી એકવાર કપિલની ટીમમાં પરત ફરી છે.
-રવિવારે તે પહેલી વાર 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળી હતી. તેણે આવતાની સાથે જ મજાકમાં કૃષ્ણાના શો પર નિશાન સાધ્યું હતું. તેના જણાવ્યાનુસાર તે ખોટી સોસાયટીમાં પહોંચી ગઇ હતી.
શોમાં આવી હતી 'હેપ્પી ભાગ જાયેગી'ની ટીમ
-રવિવારના એપિસોડમાં અપકમિંગ ફિલ્મ 'હેપ્પી ભાગ જાયેગી'ની ટીમ પ્રમોશન માટે આવી હતી.
-આ દરમિયાન ડાયના પેન્ટી, અભય દેઓલ અને અલી ફઝલે કપિલની ટીમ સાથે ખૂબ મસ્તી કરી હતી.
-નોંધનીય છે કે ડિરેક્ટર મુદ્દસર અઝીઝ અને પ્રોડ્યુસર આનંદ એલ રાયની આ ફિલ્મ 19 ઓગસ્ટે રીલિઝ થશે.