Updates

6/recent/ticker-posts

Header Ads Widget

રેસીપી મોદક - ગણેશજીને પ્રિય મોદક ઘરે જ બનાવો

રેસીપી મોદક - ગણેશજીને પ્રિય મોદક ઘરે જ બનાવો

T
સામગ્રી - 200 ગ્રામ મેદો, દળેલી ખાંડ 200ગ્રામ, કોપરાનું છીણ 200ગ્રામ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, કતરેલા કાજુ બદામ અડધો કપ, કિશમિશ અડધો કપ, મોણ માટે એક ચમચો તેલ, તળવા માટે ઘી. 

બનાવવાની રીત - સૌ પ્રથમ મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો કલાક માટે મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ વગેરે નાખીને તેને મિક્સ કરો. 
અડધો કલાક પછી લોટના એકવીસ લૂઆ કરો. દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો. આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો. આ રીતે બધા મોદક તૈયાર કરો. એક કઢાઈમાં ઘી તપાવો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો. 
લો તૈયાર છે ગણપતિ બાપ્પાનો પ્રસાદ.

Post a comment

0 Comments