'ટ્યૂબલાઈટ' રીલિઝ પહેલાં જ થઈ Leak


રીલિઝ પહેલાં જ આ ફિલ્મની સ્ટોરી લીક થઈ ગઈ છે. ચર્ચા છે કે આ ફિલ્મ ઈમોશનથી ભરપૂર હશે. 


સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ' હોલિવૂડ ફિલ્મ 'લિટલ બોય'થી પ્રેરિત છે. 'લિટલ બોય' પિતા-પુત્રના સંબંધ પર આધારિત છે. આ ફિલ્મમાં લિટલ બોયને વસ્તુ બધી મોડેથી સમજમાં આવતી હતી અને તેથી જ લોકો તેની મજાક ઉડાવતા હતાં. લિટલ બોયના પિતા યુદ્ધ પર જાય છે અને લાંબા સમય સુધી પરત આવતા નથી. તેથી જ લિટલ બોય પોતાના પિતાને શોધવા નીકળી પડે છે. આ ફિલ્મમાં ભરપૂર ઈમોશન છે.આ ફિલ્મ ભાઈ-ભાઈના સંબંધો પર આધારિત છે. આ ફિલ્મમાં સોહેલ ખાન યુદ્ધ પર જાય છે અને તે પરત આવતો નથી. સલમાન ખાન પોતાના ભાઈને શોધવા નીકળી પડે છે. સલમાન ખાનને પણ લિટલ બોયની જેમ વાતો બધી મોડેથી સમજાતી હોય છે અને આથી જ લોકો તેને ટ્યૂબલાઈટ કહીને ચીડવતા હોય છે.


પોતાના ભાઈને શોધવા નીકળે છે, ત્યારે રસ્તામાં તેને જાદુગર મળે છે. આ જાદુગરની ભૂમિકા શાહરૂખ ખાને ભજવી છે. શાહરૂખ ખાન, સલમાનને તેના ભાઈને મળાવી આપવાનું વચન આપે છે. હોલિવૂડ ફિલ્મ 'લિટલ બોય'માં તાંત્રિક હોય છે. હોલિવૂડને સલમાનની ફિલ્મ કેટલી મળતી આવે છે, એ તો ફિલ્મ રીલિઝ થાય ત્યારે જ ખબર પડે...