રાજકોટ-ટંકારા હાઇવે પર અકસ્માત બાદ કાર સળગતા 2 જીવતા ભડથું, 3 મોતટ્રક અને વેગેનાર કાર સામસામે અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠી 
ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે આજે સવારે રાજકોટ તરફથી આવી રહેલો ટ્રક સામે આવી રહેલી વેગેનાર કાર સાથે ધડાભેર અથડાયો હતો. જેમાં ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ધડાકાભેર ટ્રક અથડાતા વેગેનાર કારમાં ભીષણ આગ લાગી હતી. આથી કારમાં સવાર બે વ્યક્તિ ભડથું થઇ ગયા હતા. તેમજ બાજુમાં પસાર થઇ રહેલા હોન્ડાચાલક પણ અકસ્માતનો ભોગ બનતા તેનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્રણેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક હોન્ડાચાલક ટંકારાના હડમતીયા ગામના ગોવિંદભાઇ જેઠાભાઇ રબારી તરીકેની ઓળખ થઇ હતી. તેઓ નિવૃત ઇરીગેશનનના કર્મચારી હતા. 


ભડથું થઇ ગયેલા બન્ને વ્યક્તિની લાશના પોટલા બાંધવા પડ્યા 
કારમાં સવાર બન્ને વ્યક્તિ એટલી હદે ભડથું થઇ ગયા હતા કે, બન્નેના મૃતદેહને પોટલામાં બાંધવા પડ્યા હતા. બનાવના પગલે લોકોના ટોળાં અકત્ર થઇ ગયા હતા. 
કારમાં સ્ત્રી-પુરૂષ હોવાનું અનુમાન 
કારમાં ભડથું થઇ ગયેલા બન્ને વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. કારમાં બંગડી મળી આવી હોવાથી સ્ત્રી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.  પોલીસે બન્નેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જુઓ વીડિયો