રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 42મી એજીએમ મુકેશ અંબાણીએ મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને ડેડિકેટ કરી છે. તેમણે ક્હ્યું કે જિયોનો અર્થ LIVE છે. રિલાયન્સ જિયોના લોન્ચ બાદ ભારતની ગ્લોબલ રેકિંગ સુધરશે અને ભારત ટોપ 10માં ઇન્ટરનેટ પ્રોવાઇડર સામેલ થઇ જશે. આ પ્રસંગે મુકેશ અંબાણીએ કહ્યું કે જિયોનો 4જી પ્લાન 50 રૂપિયા પ્રતિ જીબીની સાથે દુનિયામાં સૌથી સસ્તો હશે. એટલું જ નહીં મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો કસ્ટમર્સ માટે ફ્રી વોઇસ કોલિંગ રહેશે

મુકેશ અંબાણીની જાહેરાતો...
- ડેટા ડિજિટલ લાઇફ માટે ઓક્સિજન છેઅને ઓક્સીઝનની કમી ન હોવી જોઇએ
- દુનિયાના નવા તબક્કામાં છે અને ભારત તેમાં પાછળ ન રહી શકે. યુવાનોને યોગ્ય માહોલ આપો તો તે આપણને આશ્ચર્યચકિત કરી દેશે
- જિયો 18,000 શહેર અને 2 લાખ ગામડાઓમાં પોતાની સર્વિસ આપશે
- માર્ચ 2017 સુધી દેશની 90 ટકા પોપ્યુલેશન સુધી તેની પહોંચ હશે
- જિયોમાં ડિસેમ્બર સુધી ફ્રી ડેટા, ફ્રી કોલની સુવિધા મળશે
- જિયો દ્ધારા અમારો ઉદ્દેશ પ્રત્યેક ભારતીયની ઝિંદગીને સમૃદ્ધ કરવાનો છે
- જિયો હેલ્થ અને એજ્યુકેશન સેકટરમાં ક્રાંતિ લાવશે
દેશભરમાં 10 લાખ વાઇફાઇ ઝોન બનાવાશે
- અમે દુનિયાના સૌથી અફોર્ડેબલ 4જી સ્માર્ટ લઇને આવ્યા છીએ
- જિયોની સાથે અમારો ઉદ્દેશ દરેક ભારતીયની લાઇફને એનરિચ કરવાનો છે
- જિયો પીએમ મોદીના સવા દોઢ કરોડ ભારતીય વિઝન માટે સમર્પિત છે
- અમારો ડેટા પ્લાન ટેરિફ 50 રૂપિયા જીબીથી શરૂ થશે
- દેશભરમાં 10 લાખ વાઇફાઇ ઝોન બનાવાશે, સ્કૂલ-કોલેજોનો જોડવામાં આવશે. અહીં વોઇસ કોલ ફ્રી મળશે
મુકેશે વધુ શું કહ્યું
- જિયો અમારા માટે બિઝનેસથી ઘણું વધુ છે
- ડેટા ડિજિટલ લાઇફ માટે ઓક્સિઝન હશે
- હ્યુમન સિવિલાઇઝેશન નવા દોરની શરૂઆત છે
- જિયો માર્ચ 2017 સુધી દેશની 90 ટકા વસતી કવર કરશે
- રિલાયન્સ એલવાયએફનામથી 2999 રૂપિયાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો
- જિયો ગ્રાહકો માટે બધા વોઇસ કોલ મફત રહેશે
- સમગ્ર ભારતમાં રોમિંગનો કોઇ ચાર્જ નહીં લાગે
- ગ્રાહકને રિયલ ટાઇમ બેઝ પર બિલ મળશે
Tags
Mobile Technology