પાસપોર્ટ માટે હવે પોલીસ વેરિફિકેશન ફોર્મેટ બદલાઈ ગયું છે. ફોર્મેટમાં અત્યાર સુધી 12 પ્રશ્નો પૂછવામાં આવતી હતા, તેના બદલે માત્ર 9 પ્રશ્નો જ પૂછવામાં આવશે. વિદેશ મંત્રાલયે નવું ફોર્મેટ અપલોડ કરી દીધું છે.
વા ફોર્મેટમાંથી બે પ્રશ્નો દૂર કરવામાં આવ્યા
નવા ફોર્મેટમાંથી અરજીકર્તા પાસે પહેલાં પાસપોર્ટ હતો કે નહીં? ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો છે કે નહીં? આ પ્રશ્નો દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત નવા ફોર્મેટમાં કામચલાઉ રહેઠાણ પરથી અરજી કરતાં લોકોએ વેરિફિકેશનમાં એમ પણ જણાવવું પડશે કે તેઓ છેલ્લાં એક વર્ષ દરમિયાન ક્યાં-ક્યાં રહેતા હતા. નવી વ્યવસ્થા અંતર્ગત અરજીકર્તાની વ્યક્તિગત માહિતીની સત્યતા સાથે સંકળાયેલા બંને સવાલનો એક જ કોલમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે પણ પાસપોર્ટના નિયમોમાં કઈંક એવો ફેરફાર કર્યો છે, જેનાથી પણ અરજીકર્તાને મોટી રાહત મળશે. હવે પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ બન્યા બાદ જ થશે. પરંતુ આ માટે પાસપોર્ટ સેવા કેન્દ્રનું આધાર કાર્ડ પ્રોજેક્ટ સાથે લિંક હોવું જરૂરી છે. દેશના અનેક કેન્દ્રોમાં આ પ્રોસેસ શરૂ પણ થઈ ગઈ છે.
.............. advertisement ....................