તમે રસ્તા પર ચાલતી અનેક નોખી અને અનોખી કાર જોઈ હશે. પરંતુ શું તમે ક્યારેય એવી કાર જોઈ છે કે જે રસ્તામાં પણ ચાલે અને હવામાં ઉડી શકે. હવે તમે કહેશો કે આવું તો ફિલ્મોમાં જ શક્ય બને. પરંતુ ડચની એક કંપનીએ આવી જ એક કાર બનાવી છે. જે રસ્તામાં ચાલી પણ શકે અને હવામાં ઉડી પણ શકે. ત્રણ પૈડાવાળી આ કાર માત્ર 10 સેકન્ડમાં હેલિકોપ્ટરમાં ફેરવાઈ જાય છે. મજાની વાત તો એ છે કે આ કારને તમે ખરીદી શકો છો.
Tags
Gujarati News