વાયફાય એક એવુ સાયંસ છે જેને સમજવુ થોડુ મુશ્કેલ હોય છે. તેની સારી રીતે જાણ પણ નથી થતી કે આ ક્યાક ઓછુ તો ક્યાક વધુ સ્પીડમાં કેમ ચાલે છે. પણ કેટલાક એવા ટ્રિક અને ટિપ્સ છે જેને અપનાવીને તમે તમારા વાય-ફાયની રેંજ ત્રણથી ચારગણી કરી શકો છો.
રાઉટરને મુકો ઘરની વચ્ચે
વાય-ફાયના સારા કવરેજ માટે રાઉટરને ઘરની વચ્ચોવચ્ચ મુકો અને ધ્યાન રાખો કે તેની ઉંચાઈ 6 ફીટ કે તેનાથી ઉપર હોય. એવુ એ માટે કારણ કે વાય-ફાય સ્ગિનલ ઓમની-ડાયરેક્શનલ હોય છે અને તે ઉપરને બદલે નીચેની તરફ જાય છે. આ ઉપરાંત જો તમારી પાસે બે એંટેનાવાળુ રાઉટર છે, તો એકને હૉરિજેંટલ મુકો અને બીજાને વર્ટિકલ, જો વાય-ફાય રેંજ વધારવામાં સહાયક સાબિત થશે.
જૂનુ રાઉટર પણ કમાલ બતાવી શકે છે
જો ઉપરોક્ત બતાવેલ રીતથી ફાયદો ન થાય તો વાય-ફાય રેંજ વધારવા માટે જૂના રાઉટર્સને વાય-ફાય સિગ્નલ રિપીટર્સના રૂપમાં વાપરી શકાય છે.
નાના રિપીટર્સ પણ વાપરી શકો છો
વાય-ફાય રેંજ વધારવા માટે તમે કોઈ ઈલેક્ટ્રિકલ આઉટલેટમાં સીધુ લગાવવા માટે નાના રિપીટર્સ ખરીદી શકો છો.
ડીલિંક અને નેટગિયર જેવા બ્રાંડ્સના રિપીટર્સની કિમંત લગભગ 1500 રૂપિયા હોય છે. આ રિપીટર તમારા નેટવર્કની સીમા પર લગાવો. જેથી તે ત્યાથી સિગ્નલ આગળ મોકલી શકે. નાના રિપીટર લગાવવા ખૂબ જ સરળ હોય છે. તેમા રિપીટર મોડ પસંદ કરો. તમારુ વાય-ફાય નામ અને પાસવર્ડ નાખો અને બસ થઈ ગયુ. જો તમને વધુ વાય-ફાય રેંજ જોઈએ તો વધુ રિપીટર્સનો ઉપયોગ કરી શકો છો.