30 સેકન્ડમાં વૉટ્સએપ હેક કરી શકાય છે

ગેજેટ ડેસ્કઃ તાજેતરમાં જ UAE બેસ્ડ NGOએ એક અવેરનેસ પ્રોગ્રામ યોજ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે, માત્ર 30 સેકન્ડની અંદર જ કોઇપણ વ્યક્તિ કોઇના પણ વૉટ્સએપ એકાઉન્ટનું એક્સેસ લઇ શકે છે. આ માટે હેકરને ફક્ત એકજવારનો તમારા ફોનનો એક્સેસ જોઇએ છે.

 
* કેવી રીતે હેક કર્યું 30 સેકન્ડમાં વૉટ્સએપ

* વૉટ્સએપ વેબનો યૂઝ કર્યો
વૉટ્સએપ એકાઉન્ટ હેક કરતા ફર્મે એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ફક્ત ફોન ઉધાર લઇને Whatsapp webને પોતાના કૉમ્પ્યુટરમાં ઓન કરી દીધું. આનાથી  ફોટોઝ, વીડિયો, ચેટ સહિતનો બીજો બધો જ ડેટા માત્ર 30 સેકન્ડની અંદર સામેવાળાના કૉમ્પ્યુટરમાં જતો રહ્યો. આ માટે કોઇ ખાસ ટ્રેનિંગની જરૂર નથી પડતી.
 
* કેવી રીતે બચવું આનાથી 
- વૉટ્સએપને લૉક કરીને કે પાસવર્ડ સેટ કરીને રાખવું.
- વૉટ્સએપ વેબના સેટિંગ્સમાં જાઓ અને ચેક કરો કે કોઇ અન્ય ડિવાઇસ તો તમારા ફોનથી કનેક્ટ તો નથી ને. 
- Web.Whatsapp.com પર જાઓ. 

Comments