ગેજેટ ડેસ્કઃ આઇફોન એક હાઇક્લાસ ડિવાઇસ છે, જેને ઘણા યૂઝર્સ ખરીદી તો લે છે પણ તેના પ્રોપર યૂઝથી અજાણ રહે છે, કેટલાક યૂઝર્સ તો આઇફોનના બધા ફિચર્સ વિશે પણ નથી જાણતા હોતા. જો તમે પણ આઇફોન યૂઝર્સ હોય અને હેન્ડસેટ પર ફાસ્ટ વર્ક કરવા માગતા હોય તો કેટલીક હેકિંગ ટ્રિક્સ તમને કામ આવી શકે છે.
અમે અહીં આઇફોનની એવી 8 શોર્ટ કી બતાવીએ છીએ જેની મદદથી તમે ફોનના યૂઝને આસાન બનાવી શકો છો.
* iPhoneની હેકિંગ ટ્રિક્સ
1. સેલ્ફી
આઇફોનમાં સ્ક્રીન પર ટચ કર્યા વિના પણ સેલ્ફી ખેંચી શકાય છે, આ રીતે સેલ્ફી ખેંચવા માટે તમારે પ્લસ બટન પર ક્લિક કરવું પડશે. જેથી સેલ્ફી ક્લિક થઇ જશે અને સ્ક્રીન પર ટચ કરવાની પણ જરૂર નહીં પડે. આ ટ્રિક તમે વીડિયોને ચાલુ અને બંધ કરવા માટે પણ વાપરી શકો છો.