15મી ઓગસ્ટથી ટોલટેક્સમાંથી ‘આઝાદી’ નહીં મળે : સરકાર પણ મુંઝવણમાં!


અમદાવાદ : ગુજરાતના નવા નિમાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે ટોલટેક્સ નાબુદી અંગે કહ્યું છે કે અમારી પાર્ટીના મુખ્યમંત્રીએ જાહેર કરેલા નિર્ણયો છે. એનો અમલ થશે પણ અમલીકરણની સમયસીમામાં બદલાવ થઇ શકે. વિજય રૂપાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ નિવેદન કર્યું હતું.  મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 15મી ઓગસ્ટથી ટોલટેક્સ નાબુદ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયનો અમલ ક્યારે થશે એ બાબતે હજુ સરકાર પણ મુંઝ્વણમાં જ છે.
નાના વાહનોને સંપૂર્ણ મુક્તિની કરી હતી જાહેરાત

વલસાડમાં પૂર્વ સીએમ આનંદીબહેન પટેલે જાહેરાત કરી હતી 15 ઓગસ્ટથી રાજ્યમાં હાઇવે – મુખ્ય ધોરી માર્ગો ઉપર લેવાતા વાહન ટોલટેક્સમાંથી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર જેવા નાના વાહનોને સંપૂર્ણ મુક્તિ મળશે. ગુજરાતમાં હાઈવે અને મુખ્ય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સના નામે ઉઘાડી લૂંટ કરાતી હતી, ખાનગી કંપનીઓ સાથેના પીપીપી ધોરણે રોડ-રસ્તાનું ડેવલપમેન્ટ કરાયા પછી કેટલાક વર્ષો સુધી ટોલ ટેક્સ ઉઘરાવાઈ રહ્યો છે. જેની અનેક ફરિયાદોને આધારે રાજ્ય સરકારે ટોલટેક્સ માફ કરવાનો અતિમહત્ત્વનો નિર્ણય લીધો છે, અને પ્રજાજનોને મોટી રાહત મળે તેવા સમાચાર આપ્યાં હતા.

વિજય રૂપાણી માટે બેને કરેલી આ જાહેરાતો પણ પડકારરૂપ
1. પાટીદારો સામેના 90% કેસ પાછા ખેંચવાના
2. હાઇકોર્ટે EBC ક્વોટા ગેરબંધારણીય ગણાવ્યો
3. 7મા પગારપંચનો અમલ

આગળ વાંચો, વિજય રૂપાણીની સામે કેવા-કેવા પડકારો છે. ક્લિક કરો

Post a comment

0 Comments