યુપીના બરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામે આવેલા એક વીડિયોમાં એક માતા તેના દોઢ વર્ષના બાળકને ખૂબ દર્દનાક રીતે મારી રહી છે. ઘરમાં લાગેલા સીસીટીવીથી પતિએ જ તેની પત્નીની આ હરકતને પકડી પાડી છે. જોકે, વીડિયો સામે આવ્યા પછી પણ પોલીસે મહિલા સામે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી.
મા ગળું દબાવીને હવામાં ઉછાળે છે દીકરાને
- આ બાળકનું નામ વેંદાત છે અને તેની માતાનું નામ પૂનમ છે.
- વીડિયોમાં પહેલાં એવું લાગે છે કે મહિલા તેના બાળકને ગળે લગાવી રહી છે પરંતુ ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે તે તેને એટલી હદે દબાવી રહી છે કે જાણે તેને મારી જ નાખવો હોય.
- ત્યારપછી મહિલા અચાનક બાળકને તેના ગળેથી પકડીને હવામાં ઉછાળવાનો પ્રયત્ન કરે છે.
- વેદાંત સતત તેની માતા સામે જોવે છે પણ મા તેને થપ્પડો અને ધક્કા જ મારતી દેખાય છે.
- દોઢ વર્ષનો નિર્દોષ વેદાંત સમજી જ નથી શકતો કે તેની સાથે શું થઈ રહ્યું છે.
પત્ની ઉપર શક હોવાથી પતિએ ઘરમાં લગાવ્યો સીસીટીવી કેમેરા
- પતિ દીપક ચતુર્વેદી અને પત્ની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા રહેતા હતા.
- તેમના ઝઘડા દરમિયાન પણ પૂનમ વેદાંતને મારવાનો પ્રયત્ન કરતી હતી.
- ત્યારે તો દીપક વેદાંતને બચાવી લેતો હતો પરંતુ તેમને શંકા હતી કે તેની ગેરહાજરીમાં પણ પૂનમ વેદાંતને માર મારતી હશે.
- અંતે પૂનમની હરકતો જાણવા માટે દીપકે ઘરમાં સીસીટીવી લગાવી દીધા હતા.
પૂનમે પતિ પર લગાવ્યો ગંભીર આરોપ
- દીપકે જ્યારે પોલીસને આ સીસીટીવી કેમરા બતાવીને પૂનમની હરકતોનો ખુલાસો કર્યો ત્યારે પૂનમે તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
- પૂનમે દીપકના નાના ભાઈની પત્ની સાથે આડા સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.
- તે ઉપરાંત પૂનમે પતિ પર તેને નશો આપીને પાગલ સાબિત કરવાનો પ્રયત્ન, દહેજ માટે મારવાનો આરોપ, દારૂ પીવાનો આરોપ અને ઘરમાં કેદ કરીને રાખવાનો આરોપ લગાવ્યો છે.
- જોકે, જ્યારે પૂનમને પૂછવામાં આવ્યું કે તકલીફ પતિથી છે તો બાળકને કેમ માર મારવામાં આવે છે ત્યારે તેની પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો.
પિયરવાળા આપે છે પૂનમનો સાથ
- પૂનમ હાલ તેના પિયર છે અને તેના માતા-પિતા તેને સપોર્ટ કરી રહ્યા છે.
- પૂનમના પિતા પણ તેમની દીકરી જેવા જ આરોપ જમાઈ પર લગાવી રહ્યા છે.
- દીપક ચતુર્વેદી સાથે પૂનમના આ બીજા લગ્ન હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપકની પહેલી પત્નીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.
- પૂનમ તેના પતિને છોડવા તૈયાર છે પરંતુ તે વેંદાતને છોડવા પણ તૈયાર નથી અને દીપકને સોંપવા પણ તૈયાર નથી.
- પોલીસ મળેલા વીડિયોના આધારે તપાસ કરી રહ્યા છે.
Tags
Gujarati News