18000 ફૂટ ઊંચાઈ ઉપર આવેલું 72 ફૂટ ઊંચુ શિવલિંગ, સૌથી કપરી છે યાત્રા


પવિત્ર શ્રાવણ માસમાં અમે તમને મહાદેવ સાથે જોડાયેલી કથા, તેમના મંદિરો અને શિવપૂજાની વિધી વિશે જણાવી રહ્યા છીએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ શિવજીના એક એવા ધામ વિશે જેની યાત્રા અમરનાથ યાત્રાથી પણ કપરી છે. હિમાચલ પ્રદેશમાં આવેલા શિવજીના ધામ શ્રીખંડ મહાદેવના દર્શન કરવા અંદાજે 18,750 ફુટ ઊંચાઈ પર ચડવું પડે છે. અહીં જાણો હિમાચલ પ્રદેશમાં આવેલા શ્રીખંડ મહાદેવ વિશે અને તેનાં પૌરાણિક મહત્વ વિશે.
મહાદેવના દર્શન કરવા માટે કૈલાશ માનસરોવરની યાત્રા સૌથી મુશ્કેલ છે. તેના પછી અમરનાથ યાત્રાને મુશ્કેલ યાત્રા માનવામાં આવે છે.  પણ હિમાચલ પ્રદેશના શ્રીખંડ મહાદેવની યાત્રા અમરનાથ કરતા પણ વધુ મુશ્કેલ છે. અમરનાથ યાત્રામાં જ્યાં લોકોને આશરે 14 હજાર ફૂટ ઉપર ચડવું પડે છે ત્યારે શ્રીખંડ મહાદેવના દર્શન કરવા માટે 18,570 ફૂટ ઊંચું ચડવાનું હોય છે.

શ્રીખંડ મહાદેવ હિમાચલ પ્રદેશના ગ્રેટ હિમાયલન નેશનલ પાર્કની નજીક છે. સ્થાનીય લોકો મુજબ આ પર્વત પર ભગવાન શિવનો વાસ છે. શ્રીખંડ મહાદેવના શિવલિંગની ઊંચાઈ 72 ફૂટ છે. અહીં સુધી પહોંચવા માટે સુંદર ખીણની વચ્ચે એક ટ્રેક છે. શ્રીખંડ મહાદેવની 35 કિલોમીટરની એટલી મુશ્કેલ યાત્રા છે કે તેના પર કોઈ ખચ્ચર કે ઘોડા ચાલી જ નથી શકતા. શ્રીખંડ મહાદેવનો માર્ગ રામપુર બુશૈહર થઈને જાય છે. અહીંથી નિરમંડ તેના પછી બાગીપુલ અને આખરે જાંવ પછી પેદલ યાત્રા શરૂ થાય છે.

વાંચો શ્રીખંડ મહાદેવના પૌરાણિક મહત્વ વિશેPost a comment

0 Comments