Updates

6/recent/ticker-posts

Header Ads Widget

સાક્ષી મલિકે ભારતને અપાવ્યો બ્રોન્ઝ, પિતા છે કંડક્ટર; મહિલા રેસલિંગમાં દેશને પ્રથમ મેડલ


31માં ઓલિમ્પિક ગેમ્સના 12માં દિવસે 23 વર્ષીય રેસલર સાક્ષી મલિકે રિયો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યું છે. 58 કિલોની ફ્રીસ્ટાઈલ રેસલિંગમાં તે 5-0ના મોટા અંતરથી પાછળ ચાલી રહી હતી પરંતુ તેણે પલટવાર કરીને બ્રોન્ઝ જીતી લીધું હતું. ભારતને કોઈ પણ ઓલિમ્પિકમાં મહિલા રેસલિંગમાં આ પ્રથમ મેડલ છે. સાક્ષીએ બુધવારે સાંજે 6.38 થી લઈને રાત્રે 2.50 સુધી પાંચ મુકાબલા કર્યા હતા. જેમાંથી ચારમાં જીતીને દેશને મેડલ અપાવ્યો હતો. સાક્ષીના પિતા કંડક્ટર છે. રોહતકમાં તેમણે ભાસ્કરને જણાવ્યું કે, સાક્ષીએ માત્ર ડ્રેસ માટે રેસલિંગ શરૂ કરી હતી. અમને વિશ્વાસ નહોતો કે પુત્રી અહીંયા સુધી પહોંચશે.

રેપેચેઝ મુકાબલામાં કિગ્રિસ્તાનની પહેલવાનને આમ આપી માત...


- બ્રોન્ઝ માટે રેપેચેઝ રાઉન્ડના બીજા મુકાબલામાં સાક્ષીથી કિર્ગિસ્તાનની રેસલર 5 પોઈન્ટ આગળ ચાલી રહી હતી.
- તે સમયે સાક્ષી થોડા પ્રેશરમાં હતી, પરંતુ તેણે મનોબળ ન ડગાવ્યું. અને પછી જબરજસ્ત વાપસી કરતા 5-0ના અંતરે 4-5 સુધી પહોંચાડી દીધી હતી.
- સાક્ષી મેડલથી થોડીક દૂર હતી. આગળની ગેમમાં તેણે સહેજ પણ ભૂલ ન કરી, અને 8-5ના અંતરે એસુલૂ તિનિવેકોવાને હરાવીને મુકાબલો પોતાના નામે કરી લીધો.
- આ પહેલા રેપેચેઝ રાઉન્ડમાં સાક્ષીનો પહેલો મુકાબલો મોંગોલિયાની રેસલર ઓરખોન સાથે થયો હતો. તેમાં તેણે ઓરખોનને 12-3થી હરાવી હતી.
- બ્રોન્ઝ મેડલ જીતનાર સાક્ષીને હરિયાણા સરકારે 2.5 કરોડ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
- ક્વાર્ટર ફાઈનલમાં હાર બાદ સાક્ષીને રેપેચેઝ મુકાબલામાં ભાગ લેવાની તક મળી હતી.
- આ પહેલા 2008માં સુશીલ કુમાર અને 2012માં યોગેશ્વર દત્તે પણ ઓલિમ્પિકમાં આ પ્રકારે રેપેચેઝ રાઉન્ડમાં જીત હાંસલ કરીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી ચુક્યા છે.

'મેં દેશ માટે મેડલ જીતી લીધું છે'

- મેચ બાદ સાક્ષીએ કહ્યું કે, 'મને જીતવાનો વિશ્વાસ હતો. આ ભારતીય મહિલા રેસલિંગ માટે ઐતિહાસિક પ્રસંગ છે.'
- આ સફળતા મારા 12 વર્ષની આકરી મહેનતનું પરિણામ છે. આ મારા માટે ખાસ છે. મને ગર્વ છે કે મેં દેશ માટે મેડલ જીતી લીધું છે.

દેશભરમાં ઉજવણીનો માહોલ, માતાની પ્રાર્થના રંગ લાવી

- સાક્ષીની જીત બાદ આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. હરિયાણાના રોહતકમાં મોડી રાત સુધી સમર્થકો ઘરે રહ્યા હતા.
- રોહતકમાં માતા સુદેશ મલિકે કહ્યું કે, સાક્ષી સાથે મંગળવારે સાંજે વાત થઈ હતી, તેણે જણાવ્યું હતું કે, બુધવારે બાઉટ થવાની છે.
- તેમાં મેડલ લઈને આવીશ, પરંતુ મેં કહ્યું કે, બેટા, તારે મેડલ માટે નથી રમવાનું. જીત માટે દાવ લગાવવાનો છે. મેડલ તો આપમેળે આવી જશે.
- 'હું સવારથી સાંજ થવાની રાહ જોવા લાગી હતી. સવારે પાંચ વાગ્યે ઉઠીને તેના માટે પ્રાર્થના કરી હતી'.
- 'સગાના ફોન પણ ફોન આવવા લાગ્યા હતા કે પુત્રી આજે કુશ્તી લડવાની છે. સાંજ થતા સંબંધીઓ ઘરે આવી ગયા હતા.'
- 'ક્વાર્ટર ફાઈનલમાં હારથી થોડી નિરાશા થઈ, પરંતુ આ તો રમતનો ભાગ છે. સાક્ષીએ છેલ્લે બ્રોન્ઝ મેડલ જીતીને આખા દેશનું માન વધારી દીધું છે.'

ઋષિકેશથી નિલકંઠ ચાલતા જશે પિતા

- બીજી તરફ, જીત બાદ સાક્ષીના પિતા સુખબીર મલિકે કહ્યું, થોડા સમય પહેલા ડ્રેસ માટે કુશ્તી રમનારી સાક્ષી આટલી ઊંચાઈઓ સુધી પહોંચશે એ નહોતું વિચાર્યું.
- સાક્ષીએ બહુ નાની ઉંમરે તમામ જૂનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ હાંસલ કર્યું હતું. કોમનવેલ્થમાં સિલ્વર મેડલ જીત્યું હતું.
- આ તેનું પ્રથમ ઓલિમ્પિક છે અને તે દેશ માટે મેડલ જીતીને મારા માટે ગર્વની વાત છે. હું મારી માનતા પ્રમાણે ઋષિકેશથી નિલકંઠ સુધી ચાલતા જઈશ.
- પુત્રીનું મોખરા ગામેથી લઈને રોહતક સુધી જોરદાર સ્વાગત કરવામાં આવશે.
- સાક્ષીની જીત બાદ ઘણા મોટા ખેલાડીઓ અને નેતાઓએ તેને શુભેચ્છા પાઠવી હતી. તેમાં અનિક કુંબલે, રાજ્યવર્ધન રાઠોર, ગગન નારંગ, યોગેશ્વર દત્ત, સુશીલ કુમાર, જ્વાલા ગુટ્ટા વગેરે સામેલ છે.

સાક્ષીને મળેલાં મેડલ્સ

ગોલ્ડ - 2011 જુનિયર નેશનલ, જમ્મુ
બ્રોન્ઝ - 2011, જુનિયર એશિયન, જકાર્તા
સિલ્વર - 2011, સિનિયર નેશનલ, ગોંડા
ગોલ્ડ - 2011, ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી, સિરસા
ગોલ્ડ - 2012, જુનિયર નેશનલ, દેવઘર
ગોલ્ડ - 2012, જુનિયર, એશિયન, કઝાકિસ્તાન
Bronj - 2012, સિનિયર નેશનલ, ગોંડા
ગોલ્ડ - 2012, ઓલ ઈન્ડિયા વિવિ અમરાવતી
ગોલ્ડ - 2013 સિનિયર નેશનલ, કોલકાતા
ગોલ્ડ - 2014, વ્યવહાર સતલજ મેમોરિયલ, યુએસએ
ગોલ્ડ - 2014, ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી, મેરઠ

આગળની સ્લાઈડ્સમાં વાંચો 12માં દિવસે કેવું રહ્યું ભારતનું પ્રદર્શન અને જુઓ વધુ તસવીરો..Post a comment

0 Comments