વલસાડ: દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીમાં પાણીનું જળસ્તર વધતાં વલસાડ શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તાોમાં પાણી ફરી વળ્યા છે. ધરમપુરમાં 12, પારડીમાં 9 ઇંચ, જ્યારે વાપીમાં 8 ઈંચ વરસાદ વરસી ગયો હતો. નવસારીની અંબિકા નદીમાં ભારે પૂર આવતા આજુબાજુનાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
ક્યાં કેટલો વરસાદ
નામ | વરસાદ |
ધરમપુર | 12 ઇંચ |
પારડી | 9 ઇંચ |
વાપી | 8 ઇંચ |
કપરાડા | 8 ઇંચ |
ગણદેવી | 6 ઇંચ |
નવસારી | 4 ઇંચ |
ભરૂચ | 2 ઇંચ |
વલસાડ | 1.5 ઇંચ |
મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખુલ્લા કરાયા
વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં
જિલ્લામાં ભારે વરસાદના કારણે વલસાડની ઔરંગા નદીમાં પાણીનું જળસ્તર
વધતાં વલસાડ શહેરમાં આવેલા નીચાણવાળા વિસ્તારો હનુમાનભાગડા, લીલાપોર અને
છીપવાડ, બરૂડીયાવાડ, કાશ્મીરનગરના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતાં.
ધરમપુર તાલુકામાં પણ વડખંભા ખાતે આવેલ પાર નદીમાં ઘોડાપૂર આવતા બ્રિજમાં
તિરાડ પડતાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી
યોગ્ય પગલા લેવાઇ રહ્યા છે. વાપી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ પાણી
ભરાવાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા બચાવ રાહત કામગીરી
શરૂ કરવામાં આવેલ છે.
કાવેરી નદીના બેટમાં ફસાયો યુવાન, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
ભારે વરસાદને પગલે નવસારીની કાવેરી નદીમાં ભારે પૂર આવ્યું હતું,
જેમાં એક યુવાન ફસાઈ ગયો હતો. તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ
કરવામાં આવ્યું છે. પાંચથી છ લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા છે અને યુવાનને
બચાવવા માટે મહેનત કરી રહ્યા છે.