નવી દિલ્હીઃ ઇન્ડિયા પોસ્ટની પેમેન્ટ બેન્ક લો કોસ્ટ મોડેલ પર કામ કરશે. તેનો ફાયદો તમને સસ્તી સેવાઓના રૂપે મળશે. બેન્ક પહલે વર્ષે ખાસ કરીને કઇ સર્વિસીસ પર ફોકસ કરશે તેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેના દ્વારા તમે પોસ્ટલ બેન્કથી અનેક જુદી રીતની સેવાઓ મળશે. તેનો ફાયદો તમે મેળવી શકશો. શું છે યોજના નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા ફ્રેમવર્ક અનુસાર, પેમેન્ટ બેન્કે ઓછામાં ઓછા એક વર્ષ માટે લો કોસ્ટ મોડેલ પર કામ કરવું જોઇએ. પેમેન્ટ બેન્ક આઉટસોર્સિંગ મોડેલ પર ફોકસ કરશે. તેમાં લોન આપવાથી લઇને ઇન્સ્યોરન્સ જેવી પ્રોડક્ટસ આપવામાં આવશે. તે ઉપરાંત એટીએમ મારફત પેન્શન આપાવની સુવિધાની પણ તૈયારી છે.
વધ જાણવા માટે અહીં ક્લિક કરો