Header Ads

  • Breaking News

    ૫ વર્ષમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા ૪૦ લાખ વધી લેણાની રકમ પહોંચી રૂ. ૪૨૧૦૦ કરોડ ઉપર


    નવી દિલ્હી, તા. ૧૮ :. ક્રેડિટ કાર્ડનાં લેણા ૨૦૦૮ના સર્વોચ્ચ સ્તરને વટાવી ગયા છે. જો કે બેન્કર્સ ચિંતિત નથી. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે મે મહિના સુધીમાં ક્રેડિટ કાર્ડનાં બાકી લેણાની રકમ રૂ. ૪૨,૧૦૦ કરોડે પહોંચી છે, જે ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક કટોકટી વખતે રૂ. ૨૭,૦૦૦ કરોડ હતી.
       ક્રેડિટ કાર્ડનું લેણું જ નહીં, ખર્ચ પણ વધી રહ્યો છે. તેને સ્વસ્થ વૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે. ઉપરાંત બેન્કોને ગ્રાહકની સધ્ધરતા અંગે માહિતી આપવામાં ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરોની કામગીરીમાં પણ ખાસ્સો સુધારો થયો છે. એકિસસ બેન્કના એકઝીકયુટીવ ડિરેકટર (રિટેલ બેન્કીંગ) રાજીવ આનંદે જણાવ્યું હતું કે, 'ક્રેડિટ કાર્ડ બ્યુરોની રચના પછી ગ્રાહકોની લોન ચુકવણીમાં સુધારો નોંધાયો છે. ક્રેડિટ કાર્ડનો વૃદ્ધિ દર ઝડપી છે. ક્રેડિટના લેણામાં વધારો સાવચેતી નહીં, વૃદ્ધિની નિશાની છે.'
       જુલાઈ ૨૦૦૮માં ૨.૬૭ કરોડની ટોચના સ્પર્શ્યા પછી ક્રેડિટ કાર્ડની સંખ્યામાં ઘટીને ૧.૭૫ કરોડ થયો હતો. જો કે હવે ફરી તે ૨૦૦૮ની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. સિસ્ટમમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા માર્ચ ૨૦૧૧ના ૨.૧૧ કરોડથી લગભગ ૪૦ લાખ વધીને મે ૨૦૧૬માં ૨.૫ કરોડ થઈ છે. એચ.ડી.એફ.સી. બેન્કના કન્ટ્રી હેડ (કાર્ડ પેમેન્ટ) પરાગ રાવે જણાવ્યું હતું કે, 'ભારતમાં કાર્ડની સંખ્યામાં વધારો ગ્રાહકોની ખરીદશકિત અને મહત્વાકાંક્ષામાં વૃદ્ધિ દર્શાવે છે.' ક્રેડિટ બ્યુરો સિબિલના એમ.ડી. સતીષ પિલ્લાઈએ જણાવ્યુ હતુ કે, 'અગાઉ બેન્કો એક વ્યકિતને એકથી વધુ કાર્ડ આપવાનું ટાળતી હતી, જેથી એક જ વ્યકિત પર વધુ પડતું જોખમ અટકાવી શકાય.'
       સિબિલના રિસર્ચ અનુસાર ક્રેડિટ કાર્ડની સંખ્યા ૨૦૧૧ના ૧૬ ટકાની તુલનામાં ૨૦૧૫માં ૩૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વૃદ્ધિને પગલે લેણાની રકમ વધે એ સ્વાભાવિક છે. ઉલ્લેખનીય છે કે, ક્રેડિટ કાર્ડની સંખ્યામાં વધારો એવા સમયે થયો છે જ્યારે અર્થતંત્રમાં રોકડ વધી રહી છે. ઉપરાંત, વોલેટસ અને મોબાઈલ ચેનલ્સ જેવા અન્ય સેટલમેન્ટ વિકલ્પો પણ ઉભા થયા છે.

    Post Top Ad

    Post Bottom Ad