હાર્ટ-ફેલ્ચરમાં દવાનો પ્રયોગ કરવા સાયન્ટિસ્ટોએ બનાવ્યું વર્ચ્યુઅલ હાર્ટ
ન્યુયોર્ક તા.રપઃ મેડિકલના વિદ્યાર્થીઓ શીખી શકે તેમ જ હાર્ટ ફેલ્ચરની નવી દવાઓની અસરકારકતાનો પ્રયોગ થઇ શકે એ માટે સાયન્ટિસ્ટોએ વર્ચ્યુઅલ હાર્ટ બનાવ્યું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના રિસર્ચરોએ એકદમ ઝીણવટભરી રીતે હૃદય જેવું કામ જ કામ કરતુ કમ્પ્યુટેશનલ મોડલ તૈયાર કર્યુ છે. આર્ટિફિશયલ સ્ટિમ્યુલેશન દ્વારા હાર્ટ-ફેલ્ચર થાય ત્યારે સર્જાતી સ્થ્િતિમાં એમાં સર્જી શકાય છે. હાર્ટના ટિશ્યુનો ઇલેકટ્રોકાર્ડિયોગ્રામ કરીને એમાં શું ગરબડ છે એ નોંધી શકાય છે. આ હાર્ટ રિયલ હાર્ટ જેવી જ પ્રતિક્રિયા બતાવે છે. અને કેલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સનું પ્રમાણ ઘટે ત્યારે હાર્ટમાં શુ ફરકત આવે એ પણ જોઇ શકાય છે. મેડિકલના વિદ્યાર્થીઓ હાર્ટ ફેલ્ચરમાં શું કરવું એ શીખી શકે તેમ જ સાયન્ટિસ્ટો નવી દવાઓ અને થેરપીના પ્રયોગ કરી શકે એ માટે આ સિસ્ટમ ઘણી કામની છે.