પોળોનો ઈતિહાસ - મકરંદ મહેતા
- માંડવીની પોળ તથા બીજી પોળોને લૂંટવા જતાં સુબેદાર કશનદાસના શા હાલહવાલ થયા તેની સત્યઘટના
અમદાવાદનો સુબેદાર કશનદાસ શેલુકર ઉર્ફે બાબા શેલુકર (૧૭૯૪-૧૮૦૦) લાગણીહીન, ઘાતકી શાસક હતો. તે બેસૂમાર હદનો લાંચીયો હતો. શેલુકર ચાડિયાઓ, પોલીસ તથા અન્ય સરકારી અમલદારો સાથે નેટવર્ક રચીને પ્રજાને લૂંટતો હતો. શેલુકર વારતહેવારે હાથી સાથે ઘોડેસવારો, સૈનિકો તથા બેંડવાજા સાથે સવારીએ નીકળીને શહેરનાં ધોરી માર્ગો ઉપરાંત ચોરાચૌટામાં ફરતો. તે દશેરાનો તહેવાર તો ખાસ ઉજવતો. તે ઢંઢેરો પીટાવતો કે ''જે પુરૃષો અને સ્ત્રીઓએ સવારી વખતે તારી ઉપર ગુલાલ અને કેસુડાનું પાણી છાંટવું હોય તેણે વીના સંકોચે અમી છાંટણાં કરવાં. હું પણ તે સમયે હાથી ઉપરથી ઉતરીને તમારી સાથે રંગોળી ખેલતાં ખેલતાં નાચીશ.''
અમદાવાદનો છસો વર્ષનો ઈતિહાસ કહે છે કે આ નગર વ્યવહારદક્ષ, કરકસરીયું, શાણું, ગતિશીલ અને શાંતિચાહક છે. તે સહિષ્ણુ છે. નવું અને વિલક્ષણ અપનાવવાની તે ક્ષમતા ધરાવે છે. સર્જનશક્તિની બાબતમાં અમદાવાદ નગર પુષ્પ જેવું કોમળ છે, પણ જો જરૃર પડે તો તે શત્રુ સામે વજ્રની જેમ મક્કમ અને કઠોર થવાની અહિંસક શક્તિ પણ ધરાવે છે. અહિંસામાં વજ્ર અને શસ્ત્ર કરતાં વધારે તાકાત હોય છે. જ્યારે ૧૭૨૫માં મરાઠાઓએ લૂંટફાટ કરવા અમદાવાદ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેને બચાવવા નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદે પોતાની તીજોરીમાંથી લાખો રૃપિયા મરાઠાઓને આપીને શહેરને બચાવ્યું હતું.
અમદાવાદનો સુબેદાર કશનદાસ શેલુકર ઉર્ફે બાબા શેલુકર (૧૭૯૪-૧૮૦૦) લાગણીહીન, ઘાતકી શાસક હતો. તે બેસૂમાર હદનો લાંચીયો હતો. શેલુકર ચાડિયાઓ, પોલીસ તથા અન્ય સરકારી અમલદારો સાથે નેટવર્ક રચીને પ્રજાને લૂંટતો હતો. શેલુકર વારતહેવારે હાથી સાથે ઘોડેસવારો, સૈનિકો તથા બેંડવાજા સાથે સવારીએ નીકળીને શહેરનાં ધોરી માર્ગો ઉપરાંત ચોરાચૌટામાં ફરતો. તે દશેરાનો તહેવાર તો ખાસ ઉજવતો. તે ઢંઢેરો પીટાવતો કે ''જે પુરૃષો અને સ્ત્રીઓએ સવારી વખતે તારી ઉપર ગુલાલ અને કેસુડાનું પાણી છાંટવું હોય તેણે વીના સંકોચે અમી છાંટણાં કરવાં. હું પણ તે સમયે હાથી ઉપરથી ઉતરીને તમારી સાથે રંગોળી ખેલતાં ખેલતાં નાચીશ.''
અમદાવાદનો છસો વર્ષનો ઈતિહાસ કહે છે કે આ નગર વ્યવહારદક્ષ, કરકસરીયું, શાણું, ગતિશીલ અને શાંતિચાહક છે. તે સહિષ્ણુ છે. નવું અને વિલક્ષણ અપનાવવાની તે ક્ષમતા ધરાવે છે. સર્જનશક્તિની બાબતમાં અમદાવાદ નગર પુષ્પ જેવું કોમળ છે, પણ જો જરૃર પડે તો તે શત્રુ સામે વજ્રની જેમ મક્કમ અને કઠોર થવાની અહિંસક શક્તિ પણ ધરાવે છે. અહિંસામાં વજ્ર અને શસ્ત્ર કરતાં વધારે તાકાત હોય છે. જ્યારે ૧૭૨૫માં મરાઠાઓએ લૂંટફાટ કરવા અમદાવાદ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેને બચાવવા નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદે પોતાની તીજોરીમાંથી લાખો રૃપિયા મરાઠાઓને આપીને શહેરને બચાવ્યું હતું.
ત્યાર બાદ અંગ્રેજ સેનાપતિએ જ્યારે ૧૭૮૦માં અમદાવાદ ઉપર હુમલો કર્યો તે સમયે ખુશાલચંદનાં પુત્ર નગરશેઠ નથુશા અને શહેરનાં અન્ય આગેવાનોએ ગોડાર્ડ સાથે સમજૂતી કરીને અમદાવાદનું રક્ષણ કર્યું હતું. જનરલ ગોડાર્ડનો ઈરાદો અમદાવાદની રૈયતને લૂંટવાનો નહીં પણ પેશ્વાનાં જૂલ્મી સુબેદાર રાધવપંત તાતિયાનો પરાભવ કરવાનો હતો. પણ જો અંગ્રેજ અને મરાઠા લશ્કર વચ્ચે જો શહેરમાં જ યુધ્ધ થાય તો લોકોનો કચ્ચરઘાણ નીકળી જાય તેમ હોવાથી અમદાવાદનાં શાણાં અને વહેવારદક્ષ આગેવાનોએ અંગ્રેજ સેનાપતીને સમજાવ્યો હતો. પરંતુ ત્યાર પછી તો મરાઠાઓએ હદ કરી નાંખી તેઓ તેમનાં ચાડીઆઓ દ્વારા બાતમી મેળવતા અને પૈસાપાત્ર લોકોને ત્રાહીમામ કરીને પૈસા પડાવતા.
અમદાવાદનો સુબેદાર કશનદાસ શેલુકર ઉર્ફે બાબા શેલુકર (૧૭૯૪-૧૮૦૦) લાગણીહીન, ઘાતકી શાસક હતો. તે બેસૂમાર હદનો લાંચીયો હતો. શેલુકર ચાડિયાઓ, પોલીસ તથા અન્ય સરકારી અમલદારો સાથે નેટવર્ક રચીને પ્રજાને લૂંટતો હતો. શેલુકરે એક તરફ માંડવીની પોળમાં આવેલી નાગજી ભુધરની પોળમાં રહેતા ગાયકવાડી સુબા શીવરામ ગારદીનાં કુટુંબીજનોને આત્મહત્યા કરવાની ફરજ પાડી અને બીજી તરફ શીવરામનાં ત્રણ વર્ષનાં પુત્ર બાપુનો ભદ્રનાં મહેલમાં બલી ચડાવ્યો બાબા શેલુકર વળી ''રંગલો'' સ્વભાવ ધરાવતો હતો.
મગનલાલ વખતચંદે ૧૮૫૧માં પ્રસિધ્ધ કરેલા ગ્રંથમાં લખ્યું છે કે શેલુકર વારતહેવારે હાથી સાથે ઘોડેસવારો, સૈનિકો તથા બેંડવાજા સાથે સવારીએ નીકળીને શહેરનાં ધોરી માર્ગો ઉપરાંત ચોરાચૌટામાં ફરતો. તે દશેરાનો તહેવાર તો ખાસ ઉજવતો. તે ઢંઢેરો પીટાવતો કે ''જે પુરૃષો અને સ્ત્રીઓએ સવારી વખતે તારી ઉપર ગુલાલ અને કેસુડાનું પાણી છાંટવું હોય તેણે વીના સંકોચે અમી છાંટણાં કરવાં. હું પણ તે સમયે હાથી ઉપરથી ઉતરીને તમારી સાથે રંગોળી ખેલતાં ખેલતાં નાચીશ.'' તમાશાને શું તેડું હોય ?! વારાંગનાઓ સહીત કેટલીયે સ્ત્રીઓ સૂબેદાર ઉપર અમીછાંટણાં કરવાને પડાપડી કરતી હતી ! 'બાબા'એ અમદાવાદ જેવી શાણી નગરીને રંગીલી બનાવી હતી !!
આવા સંજોગોમાં, ઉપર જણાવ્યું છે તે મુજબ બાબા શેલુકરે નાગજી ભુધરની પોળમાં એનાં સૈનિકોને મોકલીને ગાયકવાડનાં સુબા શીવરામને પકડવા મોકલ્યા. તે સમયે શીવરામ વડોદરા નાસી ગયો હતો. પણ તેનાં કુટુંબીજનોએ ઘરમાં એકબીજાને કટારી મારીને આત્મહત્યા કરી લીધી હતી. એકલો ત્રણ વર્ષનો બાપુ રમતો હતો. અને તેનો પણ 'બાબા'એ વધ કર્યો હતો ! આવા તંગ વાતાવરણમાં શીવરામ ગાર્દી ગાયકવાડનાં લશ્કર સાથે વડોદરાથી અમદાવાદ પહોંચી ગયો. જ્યારે વડોદરાનું લશ્કર છેક જમાલપુર દરવાજા સુધી આવ્યું ત્યારે પણ બાબા શેલુકર ભદ્રના મહેલમાં અફીણીયાઓની સંગતમાં મહેફીલ માણી રહ્યા હતા. જ્યારે તેનાં મળતીયા ચાડિયાઓએ બાબાને ચેતવ્યો ત્યારે તેણે કહ્યું: ''કુછ ફીકર નહીં હૈ દુશ્મન કો આણે દો ! હમારે રંગમેં ભંગ નહીં !!'' બાબા શેલુકરે તેના આરબ સૈનિકોને તોપ, ભાલા અને તલવાર સાથે ત્રણ દરવાજાને ઉપલે માળે ચડાવી રાખ્યા હતા. ભદ્રનાં દરવાજા પણ બંધ હતા. તેની ઉપર ઝનૂની આરબોને ચડાવ્યા હતા.
પણ ચાણક્ય નીતિ અપનાવીને શીવરામ અને તેનાં જાસુસો ભદ્રની ફોજને ફોડીને લાલ દરવાજા સુધી આવી ગયા. તેમણે હવે બાબાનાં લશ્કરને હરાવીને ગાયકવાડની હવેલીનો કબજો ફરીથી મેળવી લીધો. ત્રણ દરવાજાની અગાશી પર બેસીને કીલ્લાનું રક્ષણ કરી રહેલા આરબ સૈનિકોને શીવરામે પૈસા આપીને ફોડયા. તેણે કહ્યું કે ખુદ બાબા શેલુકરનાં મરાઠા સરદારો અને સૈનિકો અમારા પક્ષમાં આવી ચૂક્યા છે, તેથી તમે આરબો જો અમારી સામે લડશો તો અમે તમારો કચ્ચરઘાણ કાઢી નાંખીશું. તેથી દેખાડા ખાતર આરબોએ મરાઠાઓ સામે બંદુકો ફોડવાનું ફક્ત નાટક કર્યું ! મગનલાલે આ વાત તેમના દાદા પાનાચંદ તથા પિતા વખતચંદ પાસેથી સાંભળેલી હોવાથી આ આંખે દેખ્યો અહેવાલ છે. તે સમયે ગુજરાતી ભાષા બહુ વિકસેલી નહોતી. મગનલાલ વખતચંદનાં યાદગાર શબ્દોમાં (૧૮૫૧):
''હવે ગાયકવાડનું લશ્કર ઢેં ઢેં કરતું અમદાવાદ આવી પહોચ્યું. પછી ગાયકવાડે તોપોના બળથી તથા બીજી રીતે શેલુકરના સુબેદારને ફોડયા. તે વખતે શેલુકર ભદ્રનાં કિસ્સામાં કચેરી ભરીને બેઠો હતો અને નાચ જોતો હતો. નાચનાં ઘોંઘાટ વચ્ચે જ્યારે ચાડિયાઓએ આ વાત કહી ત્યારે શેલુકરે ગણગારૃં નહીં, ને કહું કે, 'કુછ ફિકર નહીં, આણે દો.' એટલામાં તો લશ્કર છેક માણકચોક સુધી પહોંચી ગયું. ત્યાંથી ત્રણ દરવાજા ઢેં ઢેં કરતુંક આવી પૂંગ્યું. ગાયકવાડી લશ્કરે ત્રણ દરવાજા અને ભદ્રનાં આરબ સૈનિકોને ફોડયા, ભદ્રનાં દરબાર ખંડમાં પહોંચ્યા અને શેલુકરને પકડયો. તેને નાચમાંથી પકડી લઇ રૃપિયાની બેહેડી જડીને પાલખીમાં ઘાલીને, તેનાં ઉપર પડદા ઢાંકીને લઇ ગયા ને ૧૬ દીવસ અમદાવાદમાં રાખીને પૂને મોકલી દીધો.
મગનલાલ વખતચંદે અમદાવાદનાં પ્રજાજનોને ઈતિહાસનો બોધપાઠ આપતાં લખ્યું હતું: ''શેલુકરને માંખી જેવો જાણવો કેમકે માંખી મધની લાલચે પોતાનો જીવ જેમ ખુએ છે તેમ શેલુકરે પૈસા, રંગરેલીયાં અને નાચની લાલચે પોતાનું રાજ્ય ખોયું હતું.'' મગનલાલે જે ઈતિહાસબોધ ૧૮૫૧માં સમજાવ્યો હતો તે આજની ડેમોક્રસીમાં ઉછરી રહેલા પાર્ટી-પોલિટીક્સ અને સર્વવ્યાપી ભ્રષ્ટાચાર તથા લાંચરૃશ્વતનાં સંદર્ભમાં તો ખૂબ ઉપયોગી છે. આપણે આવતા લેખમાં જોઇશું કે લાંચરૃશ્વત લેતા ચાડિયાઓ અને અન્ય લાંચીયા સરકારી અધિકારીઓનો પ્રજાએ કેવી ક્રૂર રીતે વધ કર્યો હતો !
લોભને કોઇ થોભ નથી હોતો. આજે સોએક કરોડ રૃપિયા બનાવ્યાથી સત્તાધારીઓને સંતોષ નથી થતો: ‘‘Power Corrupts and Absolute Power Corrupts Absolutely’’ - લોર્ડ એક્ટનનાં આ ઉદ્ગારો યાદ આવી જાય છે. પણ છેવટે લાંચીયો રાજકારણી અને સત્તાનાં સિંહાસન ઉપર બેઠેલા તેનાં આધુનિક ચાડિયાઓએ આખરે તો પકડાઇ જાય છે. પણ આ તો બાબા શેલુકર જેવી વાત છે. મગનલાલ વખતચંદે આ યાદગાર અને બોધપાઠયુક્ત પ્રસંગને નીચેની પંક્તિઓ દ્વારા આબેહૂબ રીતે વ્યક્ત કર્યો છે:
''હાથમાં દંડો, ને બગલમાં મોઈ,
હવેલી (ગાયકવાડની) લેતાં ગુજરાત ખોઈ.''
હવેલી (ગાયકવાડની) લેતાં ગુજરાત ખોઈ.''
આ મગનલાલ વખતચંદ (૧૮૩૦-૧૮૬૮) માત્ર ૩૮ વર્ષની વયે ગુજરી ગયા હતા. પણ તેઓ અમદાવાદનાં એક મોટા ગજાના અને પ્રગતિશીલ આગેવાન હતા. તેઓ માંડવીની પોળમાં આવેલી નાગજી ભુધરની પોળમાં રહેતા હતા. મગનલાલના દાદા પાનાચંદ (૧૭૭૨-૧૮૧૪) અમદાવાદનાં જાણીતા શરાફ અને કાપડનાં વેપારી હતા અને તેમણે નાગજી ભુધરની પોળમાં આવેલ દહેરાસરની સમીપમાં ૧૮૦૪ની આસપાસ હવેલી બાંધી હતી. તેઓ વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાાતિનાં આગેવાન શેઠ હતા અને નગરશેઠ વખતચંદ ખુશાલચંદની સાથમાં રહીને આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ સંભાળતા હતા. પાનાચંદનાં પુત્ર વખતચંદ ઉર્ફે ઘેલાભાઇ (૧૭૯૬-૧૮૭૮) પણ આગેવાન શરાફ અને વેપારી હોવા ઉપરાંત જૈન ધર્મનાં પણ આગેવાન હતા.
તેમણે હઠિસિંહ કેસરીસિંહ તથા નગરશેઠ હીમાભાઇ વખતચંદ જેવા પ્રતિષ્ઠિત શેઠીયાઓ સાથે મળીને પાલિતાણાં જેવાં અનેક ધાર્મિક, આધ્યાત્મિક તથા નૈતિક મૂલ્યોની મગનલાલનાં બાલમાનસ ઉપર પડે તેમાં શી નવાઇ હતી ?! વળી તેમની બુધ્ધિ અને ગ્રહણશક્તિ અતિ તીવ્ર હતી. હજુ ગુજરાતમાં કોલેજ તો શું, હાઇસ્કૂલો પણ શરૃ થઇ ન હતી, ત્યાં તેઓ ખાડિયામાં આવેલી મ્યુનિસિપાલિટીની ગુજરાતી શાળામાં ભણ્યા અને ત્યારબાદ ૧૮૪૬માં ભદ્રનાં કિલ્લાની સમીપમાં અને ત્રણ દરવાજા પાસે સ્થપાયેલી સરકારી અંગ્રેજી હાઇસ્કૂલમાં ભણ્યા. હંમેશાં પહેલે નંબરે પાસ થતાં - ગણિત, ગુજરાતી, અંગ્રેજી, ઈતિહાસ, ભૂગોળ જેવા વિષયમાં તેમની પહેલી રેંક આવવાથી તે સમયનાં અંગ્રેજ પ્રિન્સીપાલો અને ભોગીલાલ પ્રાણવલ્લભદાસ જેવા હેડ માસ્ટરોએ આ વિદ્યાર્થીની જબરી પ્રશંસા કરી હતી.
અંગ્રેજી બોલવા તેમજ લખવાની તેમની છટાથી જો એ.કે. ફોર્બ્સ, જ્યોર્જ ફુલજેમ્સ, જ્યોર્જ સીવડ, ટી.બી. કર્ટીસ અને થીયોડોર હોપ જેવા ઉચ્ચ અંગ્રેજ અમલદારો ખુશ થઇ ગયા હોય ત્યાં બીજાની તો વાત જ શી કરવી ?! નગરશેઠ હીમાભાઇ વખતચંદ અને તેમનાં પુત્ર નગરશેઠ પ્રેમાભાઇ, મગનભાઇ કરમચંદ, હઠિસિંહ કેસરીસિંહ, ભોળાનાથ સારાભાઇ, મહીપતરામ રૃપરામ અને લાલશંકર ઉમીયાશંકર જેવા શેઠશાહૂકારો તથા મધ્યમવર્ગી સમાજ સુધારકોએ જે રીતે આ યુવાનની બુધ્ધિ, આવડત અને સમાજ સાથેની નીસ્બતની બાબતમાં પ્રશંસા કરી છે તે બતાવે છે કે મગનલાલ વખતચંદ અમદાવાદનાં આધુનિકીકરણના મોટા પ્રણેતા હતા. ફોર્બ્સ, ફુલજેમ્સ, કર્ટીસ, ભોળાનાથ, દલપતરામ અને મહીપતરામની જેમ મગનલાલ વખતચંદ ગુજરાતની સૌપ્રથમ આધુનિક સંસ્થા ''ગુજરાત વર્નાક્યુલર સોસાયટી''નાં એક સ્થાપક હતા. ૧૮૪૮માં જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના થઇ તે સમયે મગનલાલની ઉંમર માત્ર ૧૭ વર્ષની જ હતી ! તેમનાં વગર આધુનિક અમદાવાદ તેમજ પોળોનો ઈતિહાસ અધુરો રહે.
આજે પણ ડૉ. વિશાખા લલીત શાહ, પલ્લવીબહેન, ઉત્તમભાઇ, પ્રકાશભાઇ, દેવયાની તથા ચંદ્રીકા જેવા મગનલાલ વખતચંદનાં વંશજો અમદાવાદ તેમજ દેશ-વિદેશમાં વસે છે. પોતાનાં પૂર્વજો તથા પોળ સાથેની તેમની આઇડેન્ટીટી તીવ્ર છે. તેવી જ રીતે મગનલાલ વખતચંદ ઉપર સંશોધન કરીને તેમનું જીવન સંક્ષીપ્તમાં આલેખનાર સાહિત્યકાર અને બૌધ્ધિક સદ્ગત રમણીકલાલ જયચંદભાઇ દલાલનું (૧૯૦૧-૧૯૮૬) મહત્વ પણ અમદાવાદનાં પોળોનાં ઈતિહાસની દ્રષ્ટિએ ઘણું છે. તેમણે મગનલાલ વખતચંદ કૃત 'અમદાવાદનો ઈતિહાસ' (૧૮૫૧)ની નવી આવૃત્તિમાં (૧૯૭૭) મગનલાલનું જીવન આલેખ્યું છે. તેમણે રચેલ એક કાવ્ય ઐતિહાસિક મહત્વનું તેમજ અમદાવાદનાં વારસારૃપ છે. રમણિકલાલ દલાલ લાખિયાની પોળમાં આવેલા બાપદાદાનાં ઘરમાં રહેતા હતા. તેમણે રચેલું યાદગાર કાવ્ય મગનલાલ વખતચંદના યુગને સમજવામાં મદદરૃપ છે:
''સુખના દિવસ સંસારના
શોધ્યા કદી જડતા નથી
દુઃખ દર્દ સૌને પીડતાં:
છોડયાં કદી છૂટતા નથી...
કેવાં હશે અરમાન એનાં માળને બંધાવતાં ?
કેવાં હશે રસલ્હાણ એનાં દ્વારને શણગારતાં ?
કેવાં હસે એ જીવન યૌવન ભવન ભર વાસના ?
એવું બધું રુડું રુડું સંભારણું આજે રહ્યું:
મેદાન સાફ થઇ ગયું... મેદાન સાફ થઇ ગયું.''
મરાઠાઓએ ચાડિયાઓને સાધીને અમદાવાદને કેવી ક્રૂરતાપૂર્વક ખેદાનમેદાન કરી નાંખ્યું હતું તેની વાત મગનલાલ અને તેમનાં સમયને કેન્દ્રમાં રાખીને કરીશું. વળી તેની સાથે વીસમા સૈકાનાં મગનલાલ વખતચંદનાં વંશજો અને તે સમયનાં પોળ કલ્ચરની રોમાંચક વાત કરીશું.
શોધ્યા કદી જડતા નથી
દુઃખ દર્દ સૌને પીડતાં:
છોડયાં કદી છૂટતા નથી...
કેવાં હશે અરમાન એનાં માળને બંધાવતાં ?
કેવાં હશે રસલ્હાણ એનાં દ્વારને શણગારતાં ?
કેવાં હસે એ જીવન યૌવન ભવન ભર વાસના ?
એવું બધું રુડું રુડું સંભારણું આજે રહ્યું:
મેદાન સાફ થઇ ગયું... મેદાન સાફ થઇ ગયું.''
મરાઠાઓએ ચાડિયાઓને સાધીને અમદાવાદને કેવી ક્રૂરતાપૂર્વક ખેદાનમેદાન કરી નાંખ્યું હતું તેની વાત મગનલાલ અને તેમનાં સમયને કેન્દ્રમાં રાખીને કરીશું. વળી તેની સાથે વીસમા સૈકાનાં મગનલાલ વખતચંદનાં વંશજો અને તે સમયનાં પોળ કલ્ચરની રોમાંચક વાત કરીશું.