Updates

6/recent/ticker-posts

Header Ads Widget

રતન ટાટાના આ 10 નિયમોનું પાલન કર્યું તો મિત્રો સફળતાના માર્ગેથી કોઈ પાછું નહીં વળી શકે

 નમસ્કાર મિત્રો લોકોની સફળતાના નિયમ અલગ છે, કોઈને પૈસા જોઈએ છે, કોઈને ખ્યાતિ, તો કેટલાક સારું જીવન જીવવા માંગે છે, અને કોઈની ઇચ્છા તો એશો-આરામની હોય છે. કેટલાક લોકો આમાં સફળ થાય છે અને કેટલાક લોકો તેમાં સફળ થતા નથી. સફળતા પ્રાપ્ત કરવી તે સરળ નથી પરંતુ તે પ્રાપ્ત કરી શકાય છે.

જીવનમાં સફળ થવા માંગતા લોકો હંમેશા ઇચ્છે છે કે તેઓને સફળ લોકોનું માર્ગદર્શન મળે. પરંતુ, ત્યાં ફક્ત એક જ ભાગ્યશાળી વ્યક્તિ હોય છે  જેમને સારા લોકો પાસેથી યોગ્ય માર્ગદર્શન મળી શકે. માર્ગદર્શન વગર, મોટાભાગના લોકો, ખાસ કરીને યુવાનો, તેમના જીવનમાં કંઈક મોટું અને અનોખું કરવાની ઇચ્છામાં, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાની પરિસ્થિતિમાં હારી જતા હોય છે.


એ સાચું છે કે જીવનમાં સફળ થવાની લાખો રીતો છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણી અંદર સફળ થવાનું જનુન કેવી રીતે ઉભું કરવું ? આ સવાલનો સૌથી સચોટ અને સફળ જવાબ ફક્ત તે જ માણસ આપી શકે છે જેમણે જીવનમાં વિવિધ જગ્યાએ સફળતાનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું હોય.

જો તમારે પણ તમારા જીવનમાં સફળ થવું હોય, તો રતન ટાટા દ્વારા ’10 સફળતાની ટીપ્સ ‘ આપવામાં આવી છે તે વાંચો અને તેમાં વિશ્વાસ કરો, જો તમે તેને તમારા જીવનમાં ઉતારવામાં સફળ થાવ, તો સફળતા ચોક્કસપણે મળશે

રતન ટાટાનો જન્મ ગુજરાતના સૂરતમાં 1937માં થયો હતો. ટાટા એન્ડ સન્સમાં 100થી વધું કંપનીઓ આવે છે. આ કંપનીઓમાં સોઈથી લઈને સ્ટીલ, ચાથી લઈને 5 સ્ટાર હોટલ સુધી, નેનોથી લઈને હવાઈ જહાજ સુધી બધું જ મળે છે.


રતન ટાટા માત્ર 10 વર્ષના હતા ત્યારે તેમના માતપિતા અલગ થઈ ગયા હતા. એ કારણે તે પોતાની દાદી પાસે મોટાં થયા. ટાટા ગ્રુપમાં તેમની કરિયર માલિક તરીકેની નહિં પણ એક સામાન્ય કર્મચારી તરીકે શરૂ થઈ. રતન ટાટાએ પોતાની એક આગવી ઓળખ બનાવી.

રતન ટાટાના 10 નિયમો :

1. જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે તેની આદત પાડી લો.

2. લોકો તમારા સ્વાભિમાનની પરવા નથી કરતાં, તેથી પહેલાં પોતાને સાબિત કરીને દેખાડો.

3. કોલેજનું ભણતર પૂરું કર્યા પછી 5 આંકડાવાળો પગાર વિશે ન વિચારો, એક રાતમાં કોઈ વાઈસ પ્રેસિડન્ટ નથી બની શકતું. એના માટે અપાર મહેનત કરવી પડે છે.

4. અત્યારે તમને તમારા શિક્ષકો સખત અને ડરામણા લાગતા હશે. કારણ કે હજી સુધી તમને તમારા જીવનમાં બોસ નામના પ્રાણીથી પનારો નથી પડ્યો.

5. તમારી ભૂલ એ માત્ર તમારી ભૂલ છે. તમારો પરાજય એ માત્ર તમારો છે. કોઈને દોષ ન આપો. ભૂલોથી સીખો અને આગળ વધો.

6. તમારા માતા-પિતા તમારા જન્મથી પહેલા એટલાં નીરસ અને હતોત્સાહ ન હતા, જેટલાં તમને આજે લાગે છે. તમારા પાલન પોષણમાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું છે કે તેમનો સ્વભાવ જ બદલાઈ ગયો.

7. સાંત્વના અને એવોર્ડ માત્ર સ્કૂલમાં જોવા મળે છે. કેટલીક સ્કૂલોમાં તો પાસ થવા સુધી જ પરીક્ષા આપી શકાય છે. પણ બહારની દુનિયાના નિયમ અલગ છે. ત્યાં હારનારાને અવસર નથી મળતો.

8. જીવનમાં સ્કૂલ, ધોરણ, વર્ગ નથી હોતો અને મહીનાભરની રજાઓ નથી મળતી. તમને શિખવવા માટે કોઈ સમય નથી આપતું. આ બધું તમારે પોતાને કરવાનું હોય છે.

9. ટીવીનું જીવન સાચું નથી હોતું. જીવન ટીવીની સીરિયલ નથી હોતું. યોગ્ય જીવનમાં આરામ નથી હોતો. માત્ર કામ, કામ અને કામ જ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર કર્યો કે લક્ઝરી ક્લાસ કાર (જગુઆર, હમ્મર, બીએમડબલ્યૂ, ઓડી, ફેરારી)નો કોઈ ટીવી ચેનલ પર ક્યારેય કેમ જાહેરાત નથી જોવા મળતી. કારણ કે આ કાર કંપનીવાળાને ખબર છે કે આવી કાર લેનારા વ્યક્તિ પાસે ટીવીની સામે બેસવાનો ફાલતૂ સમય નથી હોતો.

10. સતત અભ્યાસ કરનારા અને સખત મહેનત કરનારા તમારા મિત્રો કે સગા-સંબંધીઓઓ પર ચિઢાવ નહિં. એક સમય આવશે કે તમારે તેની નીચે કામ કરવું પડશે.

Post a comment

0 Comments