એક વિલને ટુ ફિલ્મમાં અર્જુન કપૂરની એન્ટ્રી થઇ ગઇ છે. તે આ ફિલ્મમાં જોન અબ્રાહમ સાથે ટક્કર લેતો જોવા મળશે.
આમ પણ હાલ અર્જુન કપૂરને ફિલ્મોની સખત જરૂર છે તેની છેલ્લી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઝાઝુ ઉકાળી શકી નથી.
એક વિલેન ફિલ્મ ૨૦૧૪માં રિલીઝ થઇ હતી જેમાં રિતેશ દેશમુખ, શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તરખાટ મચાવ્યો હતો.
હવે એક વિલેન ટુમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટાણી અને તારા સુતરિયા જોવા મળશે.
Tags
Bollywood News