રિલાયન્સ જિયો ગીગાફાઇબરના કોર્શિયલ લોંચિંગમાં હવે ફક્ત એક જ સપ્તાહ બાકી રહી ગયો છે. આગામી 5 સપ્ટેમ્બરથી ગીગાફાઈબરની સેવાઓ ગ્રાહકો સુધી પહોંચવાનું શરુ થઈ જશે. કંપની જિયો ગીગાફાઇબરના પ્લાનને લોન્ચ ઓફર તરીકે રોલઆઉટ કરશે જેમાં અનેક ફ્રી બેનિફિટ્સ આપે તેવી શક્યતા છે. અમારા સહોયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ટેક વેબસાઇટ ગેજેટ્સ નાઉને સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ જિયોફાઇબર પ્રીવ્યૂ કસ્ટમર્સને એક સ્પેશિયલ સરપ્રાઇઝ ઓફર આપી શકે છે. જેમાં ગ્રાહકોને નવા ગ્રાહકોની સરખામણીએ વધારે વધારે બેનિફિટ મળી શકે છે. આવો જાણીએ શું છે આ ખાસ ઓફર
આ સ્પેશિયલ ઓફર અંતરગ્ત કંપની બધા જ જિયો પાઇબર પ્રીવ્યુ કસ્ટમર્સને ઓછામાં ઓછા પહેલા બે મહિના જિયો ફાઇબરની સર્વિસબિલકુલ ફ્રીમાં આપશે. જેનો સીધો અર્થ છે હાલના જિયો ફાઇબર ટૂ ધ હોમ સબસ્ક્રાઇબર્સ જિયો ગીગાફાઇબરના કોમર્શિયલ લોન્ચ બાદ મળનાર હોમ બ્રોડબેન્ડ સર્વિસ માટે કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલું જ નહીં યુઝર્સે કનેક્શન લેતી વખતે આપેલ રુ. 2500ની સિક્યોરિટી ડિપોઝિટ પણ ગમે ત્યારે રિફંડ કરાવી શકે છે. રિફંડ માટે કંપની આવા ગ્રાહકોને કોઈ નિયમ નહીં રાખે.
આ સાથે જ સૂત્રોએ જણાવ્યું કે જે લોકો 5 સપ્ટેમ્બરના કોમર્શિયલ લોન્ચિંગ બાદ કનેક્શન લેશે તેમને રુ. 1500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવશે જે રિફંડેબલ છે. તેમજ જણાવી દઈએ કે કંપની જિયો ગીગાફાઇબર ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે રુ.1000 લેશે
Tags
Internet