રાજકોટઃ બસ સ્ટેન્ડમાં મૃત પુત્ર પાસે કલાકો સુધી બેસી રહ્યા માતા-પિતા


રાજકોટઃ રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડની એક ઘટના સામે આવી છે. દાહોદનો પરિવાર બાળકને પેરાલિસિસનો હુમલો આવ્યા પછી લાશ સાથે કલાકો સુધી બેસી રહ્યો. કારણ કે, તેમની પાસે શબ વાહિનીના પૈસા નહોતા. જોકે, આ મૃત બાળક સાથે બેસેલા પરિવાર પર નજર જતાં એસ.ટી. કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા મદદ કરાતા પરિવાર વતન જવા રવાના થયો છે.
આ અંગેની મળતી માહિતી પ્રમાણે દાહોદના જગોલા ગામનો વતની મજૂરી કામ કરે છે. દરમિયાન 11 વર્ષના પુત્રનું મોત થયું હતું. પરિવાર પાસે બાળકના મૃતદેહને વતન લઇ જાવા માટે શબ વાહિનીના પૈસા નહોતા. અંતે એસ.ટી. કર્મચારીઓએ તેમજ મુસાફરોએ ફાળો કર્યો અને પરિવારને 10 હજારની મદદ મળતાં બાળકના અંતિમ સંસ્કાર માટે લાશને વતન લઇ ગયા હતા.