જમશેદપુર તા.૧૩ : ઓએલએકસ ઉપર ઇન્સાનની કિંમત ૩ર૦૦૦માં ઓનલાઇન 'ઇન્સાન' વેચાયો હોવાનુ બહાર આવ્યુ છે. ઇન્સાનનો ભાવ ૩૬૦૦૦ હતો પરંતુ ભાવતાલ બાદ તેને ૩ર૦૦૦ વેચી દેવામાં આવ્યો હતો. અનેક દિવસથી ગ્રાહકો ઇન્સાનને તેના માનગો રોડ નં.૮ સ્થિત ઘર પર આવીને જોતા હતા પરંતુ સોદો થતો ન હતો. ગઇકાલે ઇન્સાન ૩ર૦૦૦માં વેચાયો હતો. આ ખુબસુરત બકરાને ગોલમુરીના રફીકે ખરીદ્યો હતો. આ બકરો સવારે નાસ્તામાં જલેબી ખાતો હતો અને તેના માટે ઘરમાં એક અલગ બેડ પણ હતી. આંધ્રનો આ મુળ બકરો માણસના રૂમમાં જ રહેતો હતો. નાસ્તામાં તેને ઘાસની સાથે જલેબી પણ અપાતી હતી. બપોરે ચણા, ઘઉં અને સાંજે મીકસ અનાજ અપાતુ હતુ. (૩-૨)
Tags
Gujarati News