Updates

6/recent/ticker-posts

Header Ads Widget

અંબાજી મંદિર વિશે તમે જે જાણવા માંગો છો તે બધું

અંબાજી:શક્તિધામ અંબાજી ખાતે શનિવારથી ભાદરવી મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. જે 16 સપ્ટેમ્બર એમ સાત દિવસ સુધી ચાલશે. મા અંબાના દર્શનાર્થે અને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સેવા અને સુરક્ષા માટે થઇ તંત્ર સજ્જ થઇ ગયું છે. શ્રદ્ધાળુઓ સુખરૂપ દર્શન કરી શકે તે માટે દર્શનનો સમય વધારી અને 15 કલાક,  45 મિનિટનો કરાયો છે. યાત્રિકોની સગવડ જળવાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓની 16 સમિતિની રચના દ્વારા અંબાજીધામ અને વિસ્તારને અભેધ સુરક્ષા કવચથી મઢી દેવામાં આવશે.17 કંટ્રોલ પોઇન્ટ દ્વારા મેળાનુ સંચાલન કરવામાં આવશે
જ્યારે અંબાજીમાં મા અંબાના ચરણ પખાળવા આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓ કે નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં ભૂમિકા નિભાવતા એસટી વિભાગ દ્વારા કુલ 1220 બસોના સંચાલન દ્વારા જુદા-જુદા 9 બુથો દ્વારા એસટી પરિવહનનું સંચાલન કરવામાં આવશે. મેળા દરમિયાન વિજપુરવઠો ખોરવાઇ ન જાય તદઉપરાંત અંબાજીને જોડતા માર્ગો અને ઘાંટીવાળા વિસ્તારમાં પદયાત્રિઓને પ્રકાશ મળી રહે તે માટે થઇ વિજતંત્ર દ્વારા જુદાજુદા 17 કંટ્રોલ પોઇન્ટ દ્વારા મેળાનુ સંચાલન કરવામાં આવશે. જેમાં બસ સ્ટેન્ડથી લઇને મંદિર સુધી રેલીંગ વ્યવસ્થા, યાત્રિકોની લાઇનમાં પીવાના પાણી તેમજ લીંબુ શરબતની વ્યવસ્થા પણ કરાઇ છે. યાત્રિકોને પુરતી પ્રસાદ મળી રહે તે માટે મંદિર ચાચર ચોકમાં વધારાના ભેટ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
અંબાજીધામમાં આજથી ભાદરવી મેળાનો પ્રારંભ
1200-એસટી બસ ભક્તોને ઘેર પહોંચાડાવા વ્યવવ્થા
30લાખથી-શ્રદ્ધાળુઓ 7 દિવસમાં ઉમટશે
800 -સંઘો પગપાળા સંઘો આવે છે રાજ્યભરમાંથી
5000-પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરાઇ છે
108-સ્થળોએ આરામની વ્યવસ્થા વોટરપ્રૂફ શમિયાણા
મા અંબાના દર્શન કરી અહીં પણ જાજો....

માનસરોવર

અંબાજી મંદિરથી નજીકમાં પૂર્ણ દિશામાં પુરાણું માનસરોવર આવેલુ છે. ભગવાન શ્રી કૃષ્ણના ચૌલકર્મ વખતે વાળ ઉતારવાની વિધિ પછી માનસરોવરના પાણીથી શ્રી કૃષ્ણને સ્નાન કરાવ્યાની માન્યતા છે. આજે પણ ઘણા શ્રદ્ધાળુઓ આ સ્થળે પોતાનાં બાળકોની ચૌલક્રિયા-બાબરી અહી કરાવે છે. 
કુંભારિયાના જૈન દેરાસરો
ચિતોડના રાણા કુંભાએ આરાસુરમાં માતાજીના મંદિર નજીક કુંભારિયા વસાવ્યુ હતું. ભીમદેવે સોલંકીના સમયમાં ચંદ્રાવતીના દંડનાયક જૈન વણિક વિમળશાએ અગિયારમી સદીમાં બધે વિજય અને સફળતા મેળવ્યા બાદ તેની યાદમાં કુંભારિયામાં જૈન દેરાસરો બાંધવા વિચાર્યું. વિમળશાના પત્ની સુમંગલા માતાજીનાં પરમ ઉપાસક હતાં. માતાજીએ સ્વપ્નમાં કહ્યું તારી બધી ઇચ્છા પૂરી થશે. વિમળશાએ સફેદ આરસના 360 જૈન મંદિર બનાવ્યાં. 
કૈલાસ ટેકરી 
ખેડબ્રહ્મા રોડ ઉપર અંબાજીથી નજીકના અંતરે કૈલાસ ટેકરી છે. અહીં મહાદેવનું મંદિર તથા સનસેટ પોઇન્ટ પણ છે. આ ટેકરી ઉપર હૈડાખંડી ભોલેબાબાનો આશ્રમ પણ છે. શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે.

મૂળ સ્થાન ગબ્બર પર્વત
અંબાજી મંદિરની પશ્ચિમ દિશામાં 3 કિ.મી.ના અંતરે ગબ્બર પર્વત આ‌વેલો છે. આ સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું મંદિર છે. આ સ્થાને માતાજીની અખંડ જ્યોત પ્રગટે છે. ગબ્બર ચડવા માટે 999 પગથિયાં છે. ઉડન ખટોલાની સગવડ છે. ગબ્બર પર્વતનો ઇતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે. ‘જે ચડે ગબ્બર તે બને બબ્બર’ એવી લોકોકિત પણ પ્રચલિત છે. 
કોટેશ્વર 
અંબાજીથી પૂર્વ દિશામાં 5 કિમી ના અંતરે કોટેશ્વર આવેલુ છે. આ જગ્યા ખુબજ પ્રાચીન સમયની હોવાનુ મનાય છે. પવિત્ર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અહીં છે. નદીના ઉદગમસ્થાનની બાજુમાં જ કોટેશ્વર મંદિર આવેલુ છે. કહેવાય છે કે, આદિ કવિ વાલ્મિકી ઋષિએ અહીં તપ કર્યું હતું. તથા પવિત્ર ધર્મગ્રંથ રામાયણના લેખનનો પ્રારંભ પણ કોટેશ્વરથી થયો હતો. અહીં વાલ્મિકી ઋષિની ગુફા પણ હયાત છે. પ્રાચીન કાળમાં આ સ્થાન ઋષિઓનો આશ્રમ હોવાનુ કહેવાય છે. રજવાડાના સમયમાં પણ કોટેશ્વર વિસ્તારમાં શિકાર કરવાની મનાઇ હતી. આ સ્થાન તપોભૂમિ કહેવાય છે.શ્રદ્ધાળુઓ માટે આ જગ્યા સવિશેષ મહત્વ ધરાવે છે. સરસ્વતી નદીના ઉદગમસ્થાન પાસે વહેતી જલધારાને માથે ચઢાવી યાત્રિકો ધન્યતા અનુભવે છે. કોટેશ્વર જવા માટે એસટી બસ અને ટેક્ષીઓની પણ સગવડ છે.
અંબાજીમાં માર્બલ ઇન્ડસ્ટ્રીઝ પદયાત્રિકો, તંત્રને મદદરૂપ થશે
અંબાજીમાં માર્બલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યાત્રિકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે. જેમાં ડી.કે. ત્રિવેદી એન્ડ સન્સ દ્વારા પાણીની પરબ અને ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ પોલીસ અને એસઆરપી જવાનો માટે રહેવા માટે જગ્યા ફાળવી છે.
આજથી અંબાજીનુ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ બંધ 
ભાદરવી મેળા દરમિયાન યાત્રિકોને સુખરૂપ દર્શન થઇ શકે તે માટે અંબાજીનું મુખ્ય બસસ્ટેન્ડ શનિવારથી બંધ કરી જુદા જુદા 9 બુથો દ્વારા સંચાલન કરાશે.

એસટી કર્મચારીઓ માટે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા 
એસટી કર્મચારીઓ દ્વારા જ સીધા સામાનનું દાન મેળવી સાત દિવસ માટે અંબાજી આરટીઓ સર્કલ પાસે એસટી કર્મચારીઓ માટે સૌપ્રથમાવાર નિ:શુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરાઇ છે.
યાત્રિકોનો વીમો લેવાયો
આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીથી 20 કિલોમીટર સુધીમાં પ્રવેશેલા યાત્રિકોનો વીમો લેવાયો છે. 


આરતી-દર્શન સમય
આરતી સવારે 06-15 થી 06-45
દર્શન સવારે 06-45 થી 11-30
દર્શન બંધ 11-30 થી 12-30
દર્શન બપોરે 12-30 થી 04-30
દર્શન બંધ 04-30 થી 07-00
આરતી સાંજે 07-00 થી 07-30
દર્શન સાંજે     07-30 થી 01-30
દર્શન બંધ     01-30 થી 06-15
ઘેર જવા | બસ અહીંથી મળશે
બુથ નં.1 : જૂના આરટીઓના નાકા પાસે આબુરોડના માર્ગે પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, સિદ્ધપુર જવા
બુથ નં.2 : જૂના આરટીઓ નાકા પાસે ત્રણ રસ્તા અંબાજીથી ગબ્બર જવા
બુથ નં.3 : ગબ્બર તળેટીથી ગબ્બરથી અંબાજી
બુથ નં.4 : જી.એમ.ડી.સી.કોર્નરથી મહેસાણા, ખેરાલુ, વિસનગર, પાટણ, હારીજ જવા માટે
બુથ નં.5 : અંબાજી મંદિરના પાછળ જી.એમ.ડી.સી.ના મેદાનથી ગાંધીનગર, ઉંઝા હિમતનગર, ખેડબ્રહ્મા, ઇડર, મોડાસા, વિજાપુર
બુથ નં.6 : જી.એમ.ડી.સી.ના મેદાન ઉપરથી નડીયાદ, ગોધરા, અમદાવાદ, ગાંધીનગર દાંતાથી અંબાજી વાયા હડાદ જવા માટે
બુથ નં.7 : જી.એમ.ડી.સી. મેદાનથી ગોધરા જવા
બુથ નં.8 : કૈલાસ ટેકરીથી રોજીંદી શીડ્યુલોનું સંચાલન
બુથ નં.9 : અંબાજી હોટલ આસોપાલવથી અંબાજીથી દાંતા

ઉપયોગી અગત્યના નંબર
કલેકટર, બનાસકાંઠા9978406204
નિવાસી અધિક કલેકટર9978405176
જિલ્લા વિકાસ અધિકારી 9978406276
પોલીસ અધિક્ષક (બ.કાં.) 9978405065
નાયબ કલેકટર અને સબડીવી.મેજી.9978405206
વહીવટદાર અંબાજી9429191404
અંબાજી માતા મંદિર 252930,264536    અંબાજી ગ્રામ પંચાયત 262146
જીઇબી દાંતા278136, 9925212262
જીઇબી અંબાજી262177, 264700
અંબાજી પોલીસ સ્ટેશન264599
કોટેજ હોસ્પિટલ અંબાજી262155    જીઇબી અંબાજી262177, 264700
મામલતદાર દાંતા 278134
ટીડીઓ દાંતા278135
અંબિકા વિશ્રામગૃહ262143
અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી 48 ફૂટે પહોંચી
અંબાજી મંદિરના 61 ફૂટના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરીમાં અત્યાર સુધી 108 કિલો ઉપરાંત સોનુ વપરાઇ ચૂક્યું છે. હજુ 32થી 35 કિલોગ્રામ સોનાની જરૂરિયાત છે.
જીર્ણોદ્ધારની શરૂઆત
અંબાજી મંદિર 1200 વર્ષ જૂનુ મનાય છે. આ મંદિરનો વહીવટ સ્વાતંત્ર્ય પહેલાં ભૂતપૂર્વ દાંતા રાજ્ય તરફથી થતો હતો. 1958 થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આ મંદિરનો વહીવટ થાય છે. પ્રાચીન સમયમાં આ મંદિર નાનુ હતું. પરંતુ 1974 -75માં મંદિરના જીણોદ્ધારનું કાર્ય સરકારે શરૂ કરાવ્યું હતું. આ જીણોદ્ધારનું કાર્ય ‘પદ્મશ્રી ’ વિજેતા શિલ્પી પ્રભાશંકરએ મૂળ સ્થિતિ પ્રમાણે જીર્ણ કલેવરને રૂપાંતરિત કરી તથા શાસ્ત્રોક્ત અને ધાર્મિક નીતિ નિયમોને લક્ષમાં રાખીને કરાયું છે.
કામગીરીનો ઇતિહાસ
140 કિલોગ્રામ-સોનાની શિખર બનાવવા જરૂર
91.345 કિ.ગ્રામ-દાતાઓ, બેન્કમાં ઓનલાઇન રકમથી મળેલ દાનથી મળેલુ સોનું
17.088 કિ.ગ્રામ-હાલ સ્ટોકમાં સોનુ મંદિરંમ
31.566 કિ.ગ્રામ-ખૂટતો જથ્થો
12271 કિ.ગ્રામ-તાંબુ વપરાયું.
તાંબા ઉપર સોનાનો વરખ ચઢાવવા 1.80 કરોડ- રૂપિયા ખર્ચાયા
જીર્ણોદ્ધારની શરૂઆત
અંબાજી મંદિર 1200 વર્ષ જૂનુ મનાય છે. આ મંદિરનો વહીવટ સ્વાતંત્ર્ય પહેલાં ભૂતપૂર્વ દાંતા રાજ્ય તરફથી થતો હતો. 1958 થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આ મંદિરનો વહીવટ થાય છે. પ્રાચીન સમયમાં આ મંદિર નાનુ હતું. પરંતુ 1974 -75માં મંદિરના જીણોદ્ધારનું કાર્ય સરકારે શરૂ કરાવ્યું હતું. આ જીણોદ્ધારનું કાર્ય ‘પદ્મશ્રી ’ વિજેતા શિલ્પી પ્રભાશંકરએ મૂળ સ્થિતિ પ્રમાણે જીર્ણ કલેવરને રૂપાંતરિત કરી તથા શાસ્ત્રોક્ત અને ધાર્મિક નીતિ નિયમોને લક્ષમાં રાખીને કરાયું છે.

મા અંબાની પ્રાગટ્ય કથા
પુરાણ કહે છે 


પ્રજાપતિ દક્ષે યોજેલા બ્રહસ્પતિસક નામના મહાયજ્ઞમાં જમાઇ ભગવાન શંકર સિવાય બધા જ દેવોને નિમંત્ર્યા હતા. બીજી બાજુ પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળી ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં દક્ષપુત્રી સતી દેવી પિતાને ત્યાં પહોંચી ગયાં. ત્યાં પિતાને મોઢે પતિની નિંદા સાંભળતાં તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યજી દીધો. શિવજીએ સતીદેવીના નિશ્ચેતન દેહ જોઇને તાંડવ આદર્યું અને સતીદેવના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘુમવા માંડ્યા. ત્યારે આખી સૃષ્ટિમાં ધ્વંસ-નાસ થઇ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડીને સતીદેવીના નિશ્ચેતન દેહના ટુકડા કરી નાખ્યા. તેમના શરીરનાં ભાગ અને આભૂષણો 51 સ્થળો પર પડ્યા. આ સ્થળોએ એક ભાગ શક્તિ તથા એક ભાગ ભૈરવ ટચુકડાં સ્વરૂપો ધારણ કરી સ્થિર થયાં. અંબાજી તેમાંનું જ સ્થળ છે. 
તંત્ર-ચુડામણિ કહે છે

51 મહાપીઠોમાં ઉલ્લેખાયેલ આરાસુર-અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ)પર્વત પર અધર(હોઠ) ના ભાગ પડ્યા હતા. 
દેવીભાગવત કહે છે 

અગ્નિદેવીની કૃપાથી મહિષાસુર ત્રણે લોકમાં ત્રાસ વર્તાવતો હતો. તેનો સંહાર કરવા દેવોએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી. તે સમયે એક તેજ પ્રગટ થયું અને આદ્યશક્તિ માતાજી પ્રગટ થયાં. આ દાનવનો સંહાર કરતાં તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં.


વીસાયંત્રની પૂજા થાય છે
અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવવામાં આવે છે કે તે સવારી પર આરુઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. આ યંત્ર શુદ્ર સોનામાંથી બનાવાયું છે. રોજ સિંહ, વાઘ, હાથી, નંદી, ઐરાવત, ગરુડ સાથે વિવિધ ઉંમર અનુસાર શણગાર કરાય છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને પજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.