રાજકોટઃ 11 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, 'મારે નહોતુ ભણવું ગુડબાય જય શ્રી કૃષ્ણ'


રાજકોટ: રાજકોટમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા કેશોદના વિદ્યાર્થી ચિરંતન વણપરીયા(ઉવ 16)એ પોતાના સંબંધીના ઘરે આપઘાત કરી લીધો હતો. ચિરંતને ઘરની દિવાલ પર પેનથી લખ્યું કે ‘મારે નહોતુ ભણવું ગુડબાય જય શ્રી કૃષ્ણ’
આપઘાત કરતા પહેલા ચિરંતન દિવાલ પર લખ્યુ મારે નહોતુ ભણવું ગુડબાય જેના કારણે ચિરંતને અભ્યાસના ટેંશનના કારણે આપધાત કર્યો હોવાનુ હાલ પાલીસે જણાવ્યું છે. પોલીસે પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરી હાલ તપાસ હાથ ધરી છે.
ચિરંતન કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ પાછળ આવેલી અજુડીયા હોસ્ટેલમાં રહી ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ચિરંતન મવડી વિસ્તારમાં તેના સંબંધીના ઘરે રોકાવા માટે ગયો હતો. કોઈ પ્રસંગ અર્થે સંબંધી બહાર ગયા હતા. ત્યારબાદ ઘરે પાછા ફરતા ઘરમાં ચિરંતનનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો.

Comments