Updates

6/recent/ticker-posts

Header Ads Widget

રાજકોટઃ યુવકની હથિયારના ઘા મારીને હત્યા, સીડી પરથી પડી જવાથી મોતની હતી ફરિયાદ


રાજકોટઃ શહેરના જંક્શન પ્લોટમાં એક યુવાનની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. જોકે, યુવકનું સીડી પરથી પડી જવાથી મોત થયું હોવાની નોંધાઇ હતી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવાનારી વિગતો સામે આવી હતી. રિપોર્ટ પ્રમાણે યુવકની હત્યા થઈ છે. આ રિપોર્ટને આધારે અત્યારે પ્રધુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજકોટ જંક્શન પ્લોટમાં રહેતો 29 વર્ષીય જીજ્ઞેશ ગોકાણી મિલપરામાં મોબાઇલની દુકાન ધરાવતો હતો. પોસ્ટમોર્ટમમાં છાતીના ડાબા પડખે ઇજાના નિશાન દેખાતા સમગ્ર હકીકત બહાર આવી છે. અંતિમસંસ્કારની વિધિ પછી પરિવારની પૂછપરછ હાથ ધરાશે.

Post a comment

0 Comments