Updates

6/recent/ticker-posts

Header Ads Widget

મોદીએ આ રીતે કર્યું લોકાર્પણ, આજી-3 ડેમની સાઈટ પર

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજનાની લિંક-1નું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સણોસરા નજીક આવેલા આજી-3 ડેમની સાઇટ બટન દબાવીને ‘સૌની’ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સ્વિચ મારફત ડેમના ગેટ નં.2, 3 અને 4ને ખોલતાની સાથે જ આજી-3 ડેમમાંથી નર્મદાનાં નીર આજી-4 ડેમમાં ઠલવાવાનો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ આજી-3 ડેમનો નજારો જોયો હતો. સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સીએમ વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ સણોસરા પહોંચ્યા હતાં જ્યાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતાં.

Post a comment

0 Comments