દુનિયામાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. જેમાંથી કેટલીક ઘટનાઓ એકદમ સામાન્ય હોય છે તો કેટલીક એેકદમ આશ્ચર્યજનક હોય છે. આજે અહીં એવી જ ચોંકાવનારી ઘટનાઓ વિશે જણાવીશું જેને રહસ્યમય માનવામાં આવે છે. આમાંથી કેટલીક ઘટનાઓ પર તો સાયન્ટિફિક રિસર્ચ પણ કરવામાં આવ્યાં પરંતુ યોગ્ય કારણ જાણી ના શકાયુ. આમ તો આ ઘટનાઓ પોતાનામાં જ એક વિચિત્ર ઘટના હોય છે પરંતુ સાયન્સના આટલા વિકાસ પછી પણ આ ઘટનાઓનું રહસ્ય જાણવામાં તેને ધારી સફળતા મળી નથી. ફેક્ટસની ફેમસ વેબસાઈટ therichest.com પર આ 9 ઘટનાઓને સૌથી રહસ્યમય ઘટનાઓની યાદીમાં સ્થાન મળ્યું છે.
20 ઑગસ્ટ 2007ના રોજ સેલિશ સાગરના કિનારે માણસોના કપાયેલા પગ જોવા મળ્યાં હતા. જેમાંથી કેટલાકની જ ઓળખ થઈ શકી, માનવામાં આવે છે કે આ પગ કોઈ પ્લેન ક્રેશ કે બોટિંગ એક્સિડન્ટમાં માર્યા ગયેલા લોકોના હોવા જોઈએ. બીજું એમ પણ કહેવાય છે કે આ પગ ક્વાડ્રા આઈલેન્ડમાં મૃત્યુ પામેલા ચાર લોકોના પણ હોઈ શકે છે. આમ તો પગ પર કોઈ નિશાન નથી જોવા મળ્યાં પણ મર્ડર કે ટોર્ચર કર્યા પછી કોઈની હત્યા કરાઈ હોય એ વાતની પણ પ્રબળ સંભાવના છે. 26 ડિસેમ્બર 2004માં એશિયામાં આવેલી સુનામી સાથે પણ આ ઘટનાને સાંકળવામાં આવે છે.
આગળ જાણો એવી ઘટનાઓ વિશે જે સાયન્ટિસ્ટ માટે પણ છે રહસ્ય...
Tags
Gujarati News