વિચારો કે એક રૂપિયાની નોટ તમને એક કરોડ રૂપિયા અપાવે તો... ખાતરી કરવી મુશ્કેલ છે પરંતુ એક હકીકત પણ છે. જેને જાણીને તમે એક રૂપિયાની નોટને આમ જ ખર્ચ નહી કરો.
તમારી માટે એક રૂપિયાની કિંમત શું છે? કદાચ કાંઈ જ નહી, પરંતુ એક રૂપિયાની નોટ તમને કરોડપતિ બનાવી શકે છે. જો તમે આ વાતને મજાક સમજવાની ભૂલ કરી રહ્યા છે તો સાવધાન થઈ જાઓ. તેને મજાક સમજવી તમારા કરોડપતિ બનવામાં નડતર રૂપ બની શકે છે.
જો તમારી પાસે કોઈ અપૂરતા નંબરની નોટ છે તો તૈયાર થઈ જાઓ. દુનિયામાં એવા ઘણા શોખીન લોકો રહે છે જેમને દુર્લભ નંબર વાળી નોટો રાખવાનો શોખ છે. આ પ્રકારના લોકો પોતાની પસંદના નંબરને કરોડોમાં ખરીદે છો.
પસંદગીની નોટોનો ક્રેઝ જોવા માટે તમારે વધુ દૂર જવાની જરૂર નથી. તમારે માત્ર ઈ-કોમર્સ વેબસાઈટ ઈબે પર જવાનુ છે. જ્યાં એક રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની નોટોની હરાજી કરોડો રૂપિયામાં થાય છે.
ઈબે પર દેશના પૂર્વ ગવર્નર મોંટેક સિંહ આહલુવાલિયાના હસ્તાક્ષર વાળી એક રૂપિયાની નોટ બે લાખ રૂપિયામાં વેચાય છે. બીજી તરફ 100 રૂપિયાની નવી બે નોટો 250000માં વેચાય છે. તેનુ કારણે નોટો પરનો નંબર છે. તેના સીરિયલ નંબરમાં પાછળ 786 અને 000000 છે.
ઈબે પર 1000ની નોટ લગભગ એક કરોડ રૂપિયામાં વેચાય છે. નોટ વેચનારે દાવો કર્યો છે કે, અમુક નોટો પર પ્રન્ટ કરતા સમયે ઈન્ક પડી ગઈ છે, તેની સાથે જ તેના સીરિયલ નંબર પણ દુર્લભ છે. ઉંચી કિંમતોમાં વેચાયેલી ઘણી નોટો એવી પણ છે જેમા સીરિયલ નંબર જ નથી અથવા તો મિસપ્રિન્ટ છે.
ઈબે પર આ નોટો માટે બોલી બોલવામાં આવે છે. જે સૌથી વધુ ભાવ બોલશે નોટ તેને જ મળશે. જો તમારી પાસે પણ આ પ્રકારની નોટો છે, તો જલદી તૈયાર થઈ જાઓ. તમે પણ આ નોટ વહેંચીને કરોડપતિ બની શકો છો.
Tags
Gujarati News