Header Ads

  • Breaking News

    ગુજરાતી ખમણ

    gujarati khaman

    સામગ્રી : 500 ગ્રામ ચણાની દાળ, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો) 

    બનાવવાની રીત - સૌ પ્રથમ ચણાની દાળને રાત્રે પલાળી મૂકો. સવારે તેનુ પાણી નિતારી વાટીને તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો. હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી આથો આવવા દો. આથો આવ્યા પછી થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ તેલને ખમણ પર નાખી હલાવી લો. સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો.



    Post Top Ad

    Post Bottom Ad