Updates

6/recent/ticker-posts

Header Ads Widget

આ સ્ત્રીના પેટમાંથી નીકળ્યો ૬ કિલો વાળનો ગુચ્છો


લંડન તા. ૮ :.. ઇંગ્લેન્ડના ચેલ્ટનહેમમાં ર૩ વર્ષની સોફી કોકસ નામે એક સ્ત્રી રહે છે. બે વર્ષ પહેલાં તેણે એલિસ નામની રૂપકડી દીકરીને જન્મ આપેલો. જો કે એ પછી અચાનક તેનું વજન ઘટવા લાગ્યું. બે વર્ષમાં તો તેનું અધધધ ૩૬ કિલો વજન ઘટી ગયું. પછી તેના પેટમાં દુખાવો શરૂ થયો. સહન ન કરી શકાય એવો એ દુખાવો જયારે હદબહાર જતો રહયો ત્યારે તેણે ડોકટરને બતાવ્યું. સ્કેનિંગ કર્યા બાદ ડોકટરોએ આશ્ચર્યજનક નિદાન કર્યુ કે તે બહેનના પેટમાં કશોક કાળા રંગનો ગુચ્છો  પડયો હોય એવું દેખાય છે. આખરે ઓપરેશન કરવાનું નકકી થયું અને ડોકટરોએ સોફીના પેટમાંથી અધધધ એક ફુટ લાંબો અને છ કિલો વજનનો વાળનો ગુચ્છો બહાર કાઢયો. દરઅસલ, સોફી ટ્રાઇકોફેજિયા અથવા રાપુન્ઝેલ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાતી હતી. નાનપણમાં તેને પોતાના માથાના વાળ તોડીને ખાઇ જવાની આદત હતી. સોફીએ માની લીધેલું કે હવે તેની આદત છૂટી ગઇ છે. તો વાળ પણ નીકળી જ ગયા હશે, પરંતુ વાળ તેના પેટમાં જ પડયા રહેલા. જો સમયસર એ વાળ કાઢવામાં ન આવ્યા હોત તો સોફીનો જીવ જોખમમાં મુકાઇ ગયો હોત.