Updates

6/recent/ticker-posts

Header Ads Widget

થોડા રમૂજી ટુચકાઓ

થોડા રમૂજી ટુચકાઓ


ચોર તિજોરી તોડવા જતો’તો ત્યાં તેના પર લખેલું વંચાયું – તોડવાની જરૂર નથી, બાજુનું બટન દબાવો, તિજોરી ખુલી જશે. ચોરે બટન દબાવ્યું, સાયરન વાગી અને તે પકડાઈ ગયો. કૉર્ટમાં જજે તેને પૂછ્યું, ‘તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે ?’ ચોરે ગળગળા સ્વરે કહ્યું, ‘સાહેબ હવે માણસાઈ પરથી મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો…!!’
*
ટીચર (અંકુરને) : તારો જન્મ ક્યાં થયો હતો ?
અંકુર : જી મેમ, તિરુવનંતપુરમમાં.
ટીચર : ઠીક છે, અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ કહે.
અંકુર : સોરી મેમ, હું ગોવામાં જન્મ્યો હતો. સ્પેલિંગ બોલું ?
*
મોનુ (બબલુને) : કયા પ્રકારના ટેબલને પગ નથી હોતા ?
બબલુ : વેજિટેબલ અને ટાઈમટેબલ
*
સસરા જમાઈને જોર જોરથી ગુસ્સામાં કંઈક કહી રહ્યા હતા. એટલે પડોશીએ પૂછ્યું, ‘શું થયું છે ?’
સસરા : મેં આને હૉસ્પિટલમાંથી મેસેજ કર્યો કે તું પપ્પા બની ગયો છે. એણે એના બધા મિત્રોને આ મેસેજ ફોરવર્ડ કરી દીધો.
*
મોન્ટુ : લગ્ન પછી હું લાખોપતિ બને ગયો.
પિન્ટુ : અચ્છા, તો એમાં ચિંતા કરવા જેવું શું છે ?
મોન્ટુ : અરે યાર, લગ્ન પહેલાં હું કરોડપતિ હતો.
*
ન્યાયાધીશ : ખિસ્સાકાતરુ દાદુ ! તને લોકોનાં ગજવાં કાપતાં શરમ નથી આવતી ?
દાદુ : આવે છે ને. નામદાર ! કોઈક વાર તો બહુ શરમ આવે છે, જ્યારે કાપેલા ગજવામાંથી એક પૈસોય મળતો નથી !
*
ડૉક્ટર : તું છત પરથી કેમ લટકી રહ્યો છે ?
પાગલ : હું તો એક બલ્બ છું.
ડૉક્ટર : તારી કંઈક ભૂલ થાય છે. જો તું બલ્બ છે તો ક્યાંય પ્રકાશ તો દેખાતો નથી.
પાગલ : હમણાં લાઈટ ગઈ છે.
*
મનોજ ટ્રેનમાંથી ઊતરતો હતો ત્યારે ભીડનો લાભ લઈને કોઈકે એનું ગજવું કાપી નાખ્યું ! એ રાડારાડ કરતો પ્લૅટફૉર્મ પર ઊતર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખિસ્સાકાતરૂ ભાગી ચૂક્યો હતો. મનોજે એટેચી ઉપાડતા બબડાટ કર્યો, ‘દેશમાં હવે ચોર વધી પડ્યા છે !’
બાજુમાં ઊભેલા સજ્જન બોલ્યા, ‘સાચી વાત છે. આ એટેચી મૂકો. એ મારી છે.’
*
વૃદ્ધે યુવાનને કહ્યું : અમારા જમાનામાં ચોખાની એક ગૂણી પાંચ રૂપિયામાં મળતી હતી.
‘કાકા… એ તો આજેય મળે છે. માત્ર ફરક એટલો જ છે કે તે ખાલી મળે છે.’ યુવકે જવાબ આપ્યો.
*
મનિયાએ પડોશનાં રમાકાકીને પૂછ્યું, ‘તમારો નાનકો બાબો આખો વખત રડ્યા કેમ કરે છે ?’
રમાકાકી : તને દાંત ન હોય, માથું ટકલું હોય, પગ એટલા નબળા હોય કે ઊભાં પણ ન રહેવાય… તો તું પણ રડે જ ને ! બીજું શું કરે ?
*
શિક્ષિકા : મનિયા, ‘મોંમાં પાણી આવી ગયું’ એ રૂઢિપ્રયોગ વાપરીને એક વાક્ય બોલ.
મનિયો : જેવું મેં ઓટોમેટિક નળ નીચે મોં ધર્યું કે તરત મોંમાં પાણી આવી ગયું.
*
મોડી રાત્રે એક અભિનેત્રીના મોબાઈલની ઘંટડી વાગી. પતિએ મોબાઈલ ઉઠાવ્યો, એમાં બ્યુટીફૂલ લખ્યું હતું.
પતિ ચોંકી ગયો. પત્નીને જગાડી અને પૂછ્યું, ‘આ બ્યુટીફૂલ કોણ લખે છે ?’
અભિનેત્રીએ પરેશાન થઈને ફોન ખેંચ્યો અને બોલી, ‘ચશ્મા લગાડીને જુઓ, બેટરીફૂલ લખ્યું છે.’
*
પપલુએ એક રસ્તે ચાલતી અજાણી સ્ત્રીને પૂછ્યું, ‘તમે મને ઓળખ્યો ?’
સ્ત્રી : ના, કોણ છે તું ?
પપલુ : હું એ જ છું, જેને તમે પરમદિવસે પણ નહોતો ઓળખ્યો !’
*
ડૉક્ટરે દર્દીને કહ્યું, ‘તમારું વજન કેટલું છે ?’
દર્દી : ચશ્મા સાથે ૬૫ કિલો
ડૉક્ટર : અને ચશ્મા વગર ?
દર્દી : ચશ્મા વગર તો દેખાતું જ નથી !
*
પત્ની : સવાર સવારમાં મારા મોંઢા પર પાણી કેમ નાંખો છો ?
પતિ : તારા બાપે વિદાય વખતે કહ્યું હતું કે, મારી દીકરી ફૂલ જેવી છે જોજો સૂકાઈ ના જાય.
*
ટીચર : દુનિયામાં રોજ સો માણસો ભૂખે મરે છે. બોલ પપલુ એ કયો કાળ કહેવાય ?
પપલુ : દુકાળ સાહેબ.
*
એક માણસ પોતાના માંદા ગધેડાને લઈને ડૉક્ટર મહેતા પાસે આવ્યો. કહે કે ‘સાહેબ આને એવી દવા આપો કે દોડતો થઈ જાય.
ડૉક્ટર મહેતાએ કાચની પ્યાલીમાં કેટલાંક મિશ્રણ કરીને ગધેડાને પિવડાવ્યાં ગધેડો દોડતો થઈ ગયો ! એના માલિકે કહ્યું, ‘ડૉક્ટરસાહેબ જલદી જલદી આવી બેવડી દવા મને પિવડાવો, જેથી ગધેડાને પકડી શકું.’
*
છગન : તું કેટલા વર્ષથી જલેબી બનાવી રહ્યો છે ?
હલવાઈ : શેઠ, છેલ્લાં ૩૦ વર્ષથી.
છગન : બઉ શરમની વાત કહેવાય, ૩૦ વર્ષથી જલેબી બનાવો છો તો હજુ સુધી સીધી બનાવતા નથી શીખ્યા !
*
શિક્ષક : છોકરાઓ, તમે જાણો છો, એક એક દેડકાંને હજારો બચ્ચાં હોય છે.
મનિયો (માથું ખંજવાળતાં) : એમ ? એને એ બધાંનાં નામ કેવી રીતે યાદ રહેતાં હશે ?
*
શેઠાણી : તને આમ રસ્તા ઉપર ઊભા રહીને ભીખ માગતાં શરમ નથી આવતી ?
ભિખારી : તો શું કરું, શેઠાણી ? ઑફિસ ખોલું ?
*
એક માણસ પોતાના ગધેડાને ઘસી ઘસીને નવડાવતો હતો. એ જોઈને એક રાહદારીને ગમ્મત સૂઝી, ‘ભાઈ ! ગધેડાને આટલા બધા લાડ કેમ કરો છો ?’
ગધેડાવાળાએ કહ્યું, ‘કાલે એનાં લગન છે.’
‘એમ ? ત્યારે તો અમેય જાનમાં આવીશું. શું જમાડશો ?’
‘જમી લેજો ને, એ જમે તે !’
*
ન્યાયાધીશ : જમાદાર ! તમે કહો છો કે તમે મોહનને ઘરમાં પેસતો જોયો હતો. છતાં તમે જઈને એને પકડી કેમ ના લીધો ?
જમાદાર : શું કરું નામદાર, એ ઘર ઉપર લખ્યું હતું કે અંદર આવવાની મનાઈ છે !
*
જેઠાલાલ : સામે રેલવે સ્ટેશન સુધી જાવું છે. ભાઈ, કેટલા લેશો ?
રિક્ષાવાળો : ૨૦ રૂપિયા થશે…
જેઠાલાલ : જોડે આ ૪-૫ થેલા પણ છે.
રિક્ષાવાળો : એના કોઈ પૈસા નહીં થાય…
જેઠાલાલ : ઠીક છે તો લે આ સામાન લઈ જા… હું પાછળ-પાછળ ચાલતો આવું છું…