Skip to main content

હલો, ફેસબુક ફ્રેન્ડ્‍સ

હલો, ફેસબુક ફ્રેન્ડ્‍સ – રિદ્ધીશ જોષી

રીડ ગુજરાટી. કોમ પરથી 

શરૂઆત એક સૂરતી શાયરીથીઃ
‘રોક દો મેરે જનાઝે કો
મુજમેં જાન આ રહી હૈ..
આગે સે રાઈટ લે લો,
લોચે – ખમણકી દુકાન આ રહી હૈ.’
મુંબઈમાં એક પરિવાર. એમાં બે જ જણાં. દાદી અને પૌત્રી. દાદી મરણપથારીએ પહોંચ્યા અને તેણે તેની પૌત્રીને બોલાવીને કહ્યું, હું મારી બધી સંપત્તિ તને આપવા માગું છું. તેમાં સામેલ છે એક વિલા, ટ્રેક્ટર, ફાર્મ હાઉસ અને ૨ કરોડ ૨૩ લાખ ૯૮ હજાર ૭૫૦ રોકડા.
આ સાંભળીને પૌત્રીને ખૂબ જ આશ્ચર્ય થયું અને પૂછ્યું, ‘બા, તમારી પાસે આટલું બધું ક્યારે આવ્યું ? મેં કેમ ક્યારેય જોયું નથી ? આ બધું ક્યાં છે ?
દાદીમાએ જવાબ આપ્યો, ‘ફેસબુક પર.’ દાદી ફેસબુક પર ફાર્મવિલે ગેમની પોતાની સંપત્તિની વાત કરતા હતા, નહીં કે સાચી સંપત્તિની.
જી હા. આજના જમાનામાં સોશિયલ મીડિયાની આપણા જીવન પર અસર.
ફેસબુક, ટ્વીટર, ઓરકુટ, માયસ્પેસ, વોટ્‍સએપ, વીચેટ, લાઈન વગેરે કેટલી બધી એપ્લિકેશનોથી આપણે ઘેરાયેલા છીએ. આજના જમાનાનો માણસ પોતાને બધી રીતે સ્વતંત્ર સમજે છે, પણ એ અહીં ભૂલ કરે છે. આજે આપણે આધુનિક છીએ, સ્વતંત્ર નહીં.
સૌથી પહેલા વાત કરું ફેસબુકની. આજે આપણે ‘ફેસબુક ફ્રેન્ડસ’ બનાવવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણા સાચા મિત્રોને મળવાનો સમય પણ નથી. આપણી પાસે એવા ‘ફેસબુક ફ્રેન્ડસ’ની લાંબી કતાર છે કે જેને આપણે જોયા નથી, યાદ નથી, મળે તેમ નથી કે આપણે તેમને મળવું પણ નથી. અને આપણે ઓળખતા નથી એવા મિત્રોની પણ લાંબી યાદી હશે.
એક વાર એક બહેન મંદિરની બહાર નીકળ્યા. ત્યાં બેઠેલા એક ભિખારીએ કહ્યું, ‘રમાબેન, ભગવાન કે નામ પે કુછ દે દો.’
એ બહેને આશ્ચર્ય સાથે પૂછ્યું, ‘તને મારું નામ કેવી રીતે ખબર ? અને એક મિનિટ ! મેં તને ક્યાંક જોયો છે !’
‘હા બહેન, આપણે ફેસબુક ફ્રેન્ડ્‍સ છીએ.’
પેલા બહેનની હાલત શું થઈ હશે તે તમે કલ્પી શકો છો. વધારામાં વધારે ‘ફેસબુક ફ્રેન્ડસ’ બનાવવામાં આપણે કેવા મિત્રો બનાવીએ છીએ એના પર પણ આપણું ધ્યાન નથી રહેતું.
એક વાર એક ભાઈને ત્યાં દાગીનાની ચોરી થઈ. પોલીસમાં કમ્પ્લેઈન કરી. ત્યાર બાદ થોડા દિવસ રહીને ફેસબુક પર પોતાના એક મિત્રએ કોઈના ફોટા પર કોમેન્ટ લખી હશે તે ફોટો એમની નજરે ચઢ્યો. એ ભાઈએ પોતાની પત્નીનો નવો નેક્લેસ સાથેનો ફોટો મૂક્યો હતો અને પોતે પત્નીને કેવો પ્રેમ કરે છે એની એનીવર્સરી પર આ નેકલેસ ગિફટ આપ્યો એવું લખ્યું હતું.
આ નેકલેસ જે એમના ઘરેથી ચોરી થયો હતો, એવો જ હતો. લગભગ તો એ જ હતો. પોલીસ સુધી વાત પહોંચી. તપાસ થઈ અને એ ભાઈએ જ ચોરી કરી હતી એવું સાબિત થયું.
આખા કિસ્સામાં ફેસબુક કેવી રીતે ગુનો ઉકેલવામાં કામ લાગ્યું એના પર આપણી નજર ઠરે છે. પણ એ ભાઈ હજી પણ એ વિચારીને ચિંતામાં છે કે તેમની અને ચોરની વચ્ચે નવ મ્યુચ્યલ ફ્રેન્ડ્‍ઝ હતા અને તેમાંથી છએ તો એ નેકલેસના ફોટાને પણ લાઈક કર્યું હતું. એ ભાઈ હજી આઘાતમાંથી બહાર આવ્યા નથી.
આ વળગણ એટલે સુધી વધ્યું છે કે ડિલીવરી પછી નર્સ બાળકને લઈને માતાપિતા પાસે જાય તો પહેલાં મા-બાપ બાળકનો ફોટો પડશે, ફેસબુક પોસ્ટ કરશે, પછી બાળકને હાથમાં લેશે.
સામાન્ય રીતે કોઈ તમારો પીછો કરે એટલે કે follo કરે તો આપણને પસંદ આવતું નથી. પણ FB પર આપણે લોકોને follo કરવા માટે ઈનવાઈટ કરીએ છીએ.
પહેલાના જમાનામાં માણસ પ્રયત્ન કરે તો પણ પોતે જેવો હોય તેવો જ ફોટો એનો આવતો. હવે તો ફોટાથી તમે કોઈને પણ છેતરી શકો છો. સીધી રીતે કહું તો કોઈ પણ વ્યક્તિ તેના ડ્રાઈવિંગ લાયસન્સ, મતદાર કાર્ડ અને આધાર કાર્ડમાં લાગે એટલો ખરાબ પણ નથી હોતો અને ફેસબુક કે વોટ્‍સએપના પ્રોફાઈલ પિક્ચરમાં લાગે એટલો સરસ પણ હોતો નથી.
સૉશિયલ મીડિયાથી માણસોના સ્વભાવમાં વધુ ફર્ક નથી પડ્યો પણ પોતાની લાગણી, ઈર્ષ્યા કે ચઢિયાતો હોવાની ચેષ્ટા પૂરી કરવાની પદ્ધતિ ચોક્કસ બદલાઈ છે.
એક વાર મારા એક મિત્રનો નાનો ભાઈ જે એન્જિનીયરિંગ કૉલેજમાં ભણે છે, એનો ફોન આવ્યો. કેમ છો ? કેમ નહીં ? જેવી આડી વાતો કર્યા બાદ સીધો મુદ્દાની વાત પર આવ્યો. મને કહે, તમે ફેસબુક પર મારો નવો ફોટો જોયો કે નહિ ? મેં કીધું, ‘હા જોયો, સરસ છે.’ તો મને કહે, જોયો તો લાઈક તો કરો ! મારી મારા ફ્રેન્ડ્‍ઝ સાથે શરત લાગી છે. તેના એક ફોટા પર ૩૨૦ લાઈક હતી. એ મને કહે તું મારો આ રેકોર્ડ તોડી નહીં શકે. હવે મારે ગમે એમ કરીને ૩૨૧ લાઈક મેળવવાની છે. તો તમે બને એટલું જલદી લાઈક કરો અને હા ! ભાભીને પણ કહેજો કે લાઈક કરી દે. મારી ઈજ્જતનો સવાલ છે.’
એટલે જુઓ માણસની શરત મારવાની વૃતિ નથી બદલાઈ. પણ શરત મારવના સંજોગો ચોક્કસ બદલાયા છે.
આ જ રીતે પુરુષો પણ સ્ત્રીઓ પ્રત્યે રહેલી પોતાની લાગણી રોકી શકતા નથી. કોઈ છોકરી એવું સ્ટેટસ અપલૉડ કરે જેમાં ફક્ત એટલું જ લખ્યું હોય : Feeling Sad. આ સ્ટેટસ પર ૪૫ મિનિટમાં ૪૫૦ લાઈક હોય અને ‘what happened ?’ ‘who hurt you ?’ ‘everything will be all right’ વગેરે જેવી ૧૫૦ કૉમેન્ટ હોય અને તેમાં ૯૦ ટકા પુરુષો જ હોય.
એ છોકરીના સ્ટેટસને આટલો સારો પ્રતિભાવ મળેલો જોઈને મારા એક મિત્રએ પણ એવું જ સ્ટેટસ અપલૉડ કર્યું Feeling Sad અને ૪૫ મિનિટ પછી એમાં એક જ કૉમેન્ટ હતી, તે પણ એની પોતાની જ. ‘સાલાઓ ! કોઈ તો લાઈક કરો !’
વાસ્તવિક જિંદગીમાં ભલે આપણે સ્ત્રીને પુરુષસમોવડી બનવવાના પ્રયાસ કરીએ પણ સૉશિયલ મીડિયા પર મળતા પ્રતિભાવમાં પુરુષો ક્યારેય સ્ત્રીની સમકક્ષ પહોંચી નહીં શકે.
આજના જમાનામાં બીજાની સંપત્તિ આપણાથી વધારે હશે તો ચાલશે પણ ‘ફેસબુક ફ્રેન્ડ’ તો આપણા જ વધારે હોવા જોઈએ, એવી તીવ્ર લાગણી પ્રવર્તે છે. કોઈના સ્ટેટસ પર આપણી સરખામણીમાં વધારે લાઈક હોય એ અપમાનનો વિષય છે. નિયમિત રીતે સ્ટેટસ અપલૉડ નહીં કરીએ તો પછાત ગણાઈ જવાની બીક છે અને હાલમાં વપરાતા ચૅટિંગના શબ્દો નહીં વાપરીએ તો ‘ડિગ્રીવાળા અભણ’ લાગવાનો ડર છે.
પોતાના ‘ફેસબુક ફ્રેન્ડઝ’ને ઈર્ષ્યા ઉપજાવવાનો હાથવગો ઉપાય છે. CHECH IN Riddjidh Joshi @ Taj Gateway, Riddish Joshi is @ cafe piano, TGB. Riddhish Joshi is travelling to Singapore વગેરે જેવા સ્ટેટસ મિત્રવર્તુળમાં ઈર્ષ્યા ફેલાવા માટે પૂરતા છે.
આવું જ એક ન્યૂસન્સ છે. ‘Tagging’ આપણને કોઈ પણ જાતની ખુશી, દુઃખ, ઉત્સાહ, પ્રેમ કે આનંદ વગર કે આપણને આગોતરી જાણ કર્યા વગર, આપણને કોઈ પણ મામલામાં નાખી દેવા એટલે Tagging ! આ ટેવવાળા મિત્રો કોઈ આતંકવાદીઓથી ઓછા નથી હોતા.
આવી જ રીતે સ્કૂટર, બાઈક કે કાર ચલાવતા ચલાવતા Whatsapp પર મેસેજ ટાઈપ કરવા આજુબાજુ ધ્યાન નહીં હોવું એ બહુ સામાન્ય વાત છે. વોટ્‍સએપ પર ગ્રુપ બનાવીને મેસેજ કરવાની હોડ લાગે છે. ગ્રુપનો લીડર પાછો Group Admin ના સરસ નામે ઓળખાય છે.
એક વાર એક પરિવાર પોતાના દીકરા માટે છોકરી જોવા ગયું. છોકરીવાળાએ પૂછ્યું કે, ‘છોકરો શું કરે છે?’ છોકરાની મમ્મીએ ખૂબ જ ઉત્સાહથી કહ્યું, ‘છોકરો તો Admindept.માં છે.’ છોકરીના પરિવારવાળા ખુશ થયા. વાહ, આ તો વાઈટ કૉલર જોબ છે. પગાર પણ સારો હશે. તેમણે પૂછ્યું, ‘કઈ કંપનીમાં છે ?’ છોકરાની મમ્મીએ કહ્યું, ‘ના, ના. એ તો વોટ્‍સએપ પર ચાર-પાંચ ગ્રુપનો Admin છે.’ વાહ ! આ પણ પ્રેસ્ટિજનો વિષય છે.
હવે વોટ્‍સએપ પર મને એક ફોટો મળ્યો. ફોટામાં એક છોકરી જીન્સ-ટીશર્ટ પહેરીને ઊભી હતી. પણ આખા કપડાં, મોઢું, વાળ બધું જ કાદવવાળું હતું. એક બાજુ પોલીસમૅન અને બીજી બાજુ ફાયરમૅન ઊભા હતા. છોકરીને શું થયું હશે એ વિચારીને આપણને પરસેવો છૂટી જાય. તરત જ ફોટાનો ખુલાસો કરતો બીજો મેસેજ આવ્યો કે રસ્તે ચાલતા, ચાલતા મેસેજ કરવામાં એ યુવતી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.
હવે આવા કિસ્સામાં ભોગ બનનાર પર દયા ખાવી કે ગુસ્સો કરવો એ નિર્ણય આપણા માટે પણ કપરો છે.
વોટ્સએપ વાપરનારા જાણતા હશે કે જેટલા પણ ફોટા તમને વોટ્‍સએપ પર મળે તે એની જાતે જ મોબાઈલમાં સેવ થઈ જાય છે. એ ડિલીટ કરવા એ ખૂબ મોટું કામ છે. ઘણાના મોબાઈલમાં આવા ફોટા હજારની ઉપર હશે. ટૂંક સમયમાં આપણે વર્તમાનપત્રોમાં એવી જાહેરાતો પણ જોઈશું કે, ‘જોઈએ છે વોટ્‍સએપ ફોટા ડિલીટ કરવા માટે ઉત્સાહી વ્યક્તિ. આકર્ષક પગાર. બેઠકની અલગ વ્યવસ્થા. અનુભવીને પ્રથમ પસંદગી.’
ગમે તે કહીએ પણ સૉશિયલ મીડિયાની આ માયાવી નગરીથી કોઈ બાકાત નથી.
‘અહીંથી જઈને હું પણ બધાની જેમ મારો ફોટો ફેસબુક પર મૂકીશ, કારણ કે બધાની જેમ હું પણ આધુનિક છું, સ્વતંત્ર નથી.’

Popular posts from this blog

Gujarat Government Jobs 2017 | Apply Latest Govt Jobs in Gujarat

Gujarat Government Jobs 2017
Gujarat Government provides no.of opportunities to the candidates who were preparing to get Gov job in Gujarat. Every year Gujarat Government releases recruitment notifications for all available Government Jobs in Gujarat. GujaratGovernment provides opportunities for all types of job seekers by releasing notifications Periodically. Candidates check State Govt jobs in Gujarat and Government Jobs Notifications in Gujarat on our website.

Click Here

Top WhatsApp funny videos

Xiaomi Redmi Note 4 हुआ सस्ता

Xiaomi Redmi Note 4 फोन में 5.5 इंच (1920 x 1080 पिक्सल) फुल एचडी 2.5डी कर्व्ड ग्लास डिस्प्ले दिया गया है। फोन में स्नैपड्रैगन 625 प्रोसेसर का इस्तेमाल हुआ है। ग्राफिक्स के लिए एड्रेनो 506 जीपीयू है। फोन में हाइब्रिड सिम स्लॉट है, यानी दूसरा सिम स्लॉट एसडी कार्ड स्लॉट की भी भूमिका निभाएगा। यूज़र 128 जीबी तक का माइक्रोएसडी कार्ड इस्तेमाल कर सकेंगे।
इसके रियर कैमरे का सेंसर 13 मेगापिक्सल का है जो एफ/2.0 अपर्चर, डुअल-टोन एलईडी फ्लैश व पीडीएएफ से लैस है। सेल्फी के शौकीनों के लिए अपर्चर एफ/2.0, 85-डिग्री वाइड एंगल लेंस के साथ 5 मेगापिक्सल का फ्रंट कैमरा दिया गया है। फोन फिंगरप्रिंट सेंसर व इन्फ्रारेड सेंसर के साथ आता है। फोन का डाइमेंशन 151x76x8.35 मिलीमीटर और वज़न 175 ग्राम है। फोन में 4100 एमएएच की बैटरी है। यह फोन एंड्रॉयड मार्शमैलो आधारित मीयूआई 8 पर चलता है।
style="background-color: white; box-sizing: border-box; color: #5e5e5e; font-family: tahoma, verdana, sans-serif;" />
हमारे मुताबिक, Xiaomi Redmi Note 4 एक बेहतरीन पैकेज है। बता दें कि हमने इस फोन का रिव्यू किया है। ल…