9 જુલાઇએ સોમનાથના દર્શને આવશે કેજરીવાલ, પણ ટ્વિટર પર યુદ્ધ શરૂ!


આજ સવાર એક ટેન્ડ ચાલી રહ્યો છે કે #કેજરીવાલ તો આવશે જ. આપ ગુજરાતના ટ્વિટનું માનીએ તો આવનારી 9 જુલાઇએ દિલ્હીના સીએમ અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે ગુજરાત આવવાના છે. અને બની શકે જે બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારની શરૂઆત કરે.જો કે આ ખબર બાદ જ ટ્વિટર પર યુદ્ધ છેડાઇ ચૂક્યું છે. કેટલાક લોકો કેજરીવાલની આ મુલાકાતને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક વિરોધ.
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનને આપ પોતાનો સપોર્ટ આપ્યો છે તેવા પોસ્ટર થોડા દિવસ પહેલા સુરત અને અન્ય વિસ્તારો લાગ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને સુરતમાં એક કાર્યક્રમ માટે બોલવવામાં પણ આવ્યા હતા. પણ છેલ્લે ટાઇમે તે કાર્યક્રમ રદ્દ થયો હતો અને તે પર અરવિંદ કેજરીવાલે રોષ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે ટ્વિટરના આ ટ્રેન્ડ પર લોકોને કેવી રમજૂ અને રસપ્રદ ટ્વિક કરીને કેજરીવાલના આગમન અંગે પ્રતિક્રિયા આપી છે વિષે વધુ જાણો અહીં...