બેન્ક એકાઉન્ટમાં નામ કે એડ્રેસ ચેન્જ કરાવવું છે, જાણો શું છે પ્રોસેસ
અમદાવાદઃ દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે બેન્કો જરૂરી છે તેમ આજના સમયમાં દરેક વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ હોવું પણ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ એ એક બેન્કિંગ સંસ્થા સાથેનું નાણાકીય ખાતું છે જે એકાઉન્ટ હોલ્ડર તથા બેન્ક વચ્ચેના નાણાકીય વ્યવહાર નોંધે છે. બેન્ક ખાતાનો હેતુ બચતને પ્રોત્સાહિત કરવાનો તથા નાણાકીય સોદાઓને બેન્કિંગ નેટવર્કમાં લાવવાનો છે.
જોકે, ઘણીવાર બેન્ક એકાઉન્ટ ખોલાવતી વખતે બેન્ક કર્મચારી દ્વારા કરવામાં આવતી સ્પેલિંગ એરરના કારણે ખોટું નામ આવે છે. પરિણામે એકાઉન્ટ હોલ્ડરને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર મકાન બદલવાની સ્થિતિમાં વ્યક્તિએ બેન્ક એડ્રેસમાં સુધારો કરાવવાની જરૂર પડે છે. આ બંને સ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.