નમસ્કાર મિત્રો આજે આપણે કેરી વિષે વાત કરીશું પુણેના એક બજાર (Pune APMC Market)માં કેરીની હરાજી (Mangoes Auction) દરમિયાન કેરીનું એક બોક્સ રૂ. 31,000ની ભારે કિંમતે વેચાયું હતું. વેપારીએ દાવો કર્યો હતો કે, આ ખરીદી છેલ્લા 50 વર્ષમાં સૌથી મોંઘી છે.
શિયાળીનું ઋતુ હવે પૂર્ણ થવાના આરે છે. આ સાથે લોકોમાં સૌથી મનપસંદ અને ફળોના રાજા કેરી (Mangoes)નું બજારમાં ધીમે ધીમે આગમન થશે. કદાચ ખૂબ ઓછા લોકો એવા હશે કેરી ખાવાથી પોતાને રોકી શકે. દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ પ્રકારની કેરી ફેમસ છે. તેવામાં પુણેના એક બજાર (Pune APMC Market)માં કેરીની હરાજી (Mangoes Auction) દરમિયાન કેરીનું એક બોક્સ રૂ. 31,000ની ભારે કિંમતે વેચાયું હતું. વેપારીએ દાવો કર્યો હતો કે, આ ખરીદી છેલ્લા 50 વર્ષમાં સૌથી મોંઘી છે.
જેમ જેમ કેરીઓ બજારમાં આવવા લાગી તેમ તેમ ફળના બોક્સ પર ફૂલોના હાર રાખી સિઝનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં વેપારીઓએ હાથ જોડીને કેરીની સિઝનના સારા વેપારની શરૂઆત માટે પ્રાર્થના કરી હતી અને તેમની પ્રાર્થના ફળી પણ ખરી.
કેરી ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલી રૂ. 5,000થી શરૂ થઈ હતી અને રૂ. 31,000 સુધી પહોંચી હતી. વેપારીએ જણાવ્યું કે, “પુણેના બજારમાં કેરીના પ્રથમ કેરેટની બોલી રૂ. 18,000, બીજાની રૂ. 21,000, ત્રીજાની રૂ. 22,500 અને ચોથા કેરેટની પણ રૂ. 22,500ની બોલી લગાવવામાં આવી હતી.”
0 टिप्पणियाँ