નમસ્કાર મિત્રો 1 જાન્યુઆરી 2021થી કોઇપણ લેન્ડલાઇન ફોનથી મોબાઇલ નંબર વાત કરવા માટે શૂન્ય (Zero)લગાવવો જરૂરી રહેશે. તેનાથી ટેલિકોમ પ્રોવાઇડર કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. આ વિશે ટેલીકોમ ડિપાર્ટમેન્ટે સર્કુલર પણ જાહેર કરી દીધું છે. આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડલાઇન (landline connection)થી મોબાઇલ પર નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણોને માનવામાં આવી છે. તેનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ માટે પર્યાપ્ત માત્રામાં નંબર બનાવવાની સુવિધા મળશે.
ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધરાવાના નંબર તૈયાર કરવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પુરી પાડવામાં મદદ કરશે. તેનાથી આગળ જઇને નવા નંબર પણ કંપનીઓ ઇશ્યૂ કરી શકશે.
ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 આંકડાનો મોબાઇલ નંબર પણ ઇશ્યૂ કરી શક છે. હાલ દેશમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. જેના લીધે 10 આંકડાનો મોબાઇલ નંબર પણ ઓછો પડી રહ્યો છે. એવામાં ફક્ત ઝીરોના ઉપયોગથી આગળનો માર્ગ સરળ બની જશે.
મિત્રો આ પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવાનું ભુલશો નહીં.